રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાનાં જાંબુડી (Jambudi) અને મેવાસા (Mewasa) ગામે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગ્રામજનોનું આરોગ્ય વિભાગ દ્વારા નિ:શુલ્ક હેલ્થ સ્ક્રીનીંગ (Free health screening) કરવામાં આવ્યું હતું.

Jetpur: જેતપુર તાલુકાનાં જાંબુડી અને મેવાસા ગામે થયું ગ્રામજનોનું ફ્રી હેલ્થ સ્ક્રીનીંગ

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Jetpur: રાજકોટ જિલ્લામાં જેતપુર તાલુકાનાં જાંબુડી (Jambudi) અને મેવાસા (Mewasa) ગામે યોજાયેલ વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં ગ્રામજનોનું આરોગ્ય વિભાગ દ્વારા નિ:શુલ્ક હેલ્થ સ્ક્રીનીંગ (Free health screening) કરવામાં આવ્યું હતું. કેન્દ્ર અને રાજ્ય સરકારની જન કલ્યાણકારી યોજનાઓની જન જન સુધી પહોંચે તે હેતુસર ગામડે ગામડે ફરતા આ રથનું ગ્રામજનોએ સામૈયાં અને કુમકુમ તિલક થકી ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આ કાર્યક્રમમાં પ્રાકૃતિક કૃષિના લાભો વર્ણવતી નાટ્ય કૃતિ દ્વારા ખેડુતોને પ્રાકૃતિક કૃષિ તરફ઼ વળવા માટે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા. ગામની સશકત કિશોરી, તેજસ્વી વિદ્યાર્થી, સ્થાનિક કલા કારીગર, રમતવીરને આ તકે મહાનુભાવોનાં હસ્તે પ્રોત્સાહીત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: આ રીતે મેળવો ઘરેબેઠા આયુષ્માન કાર્ડ, જાણો પૂરી પ્રક્રિયા

ઉપસ્થિત અધિકારીઓ દ્વારા સરકારના વિવિધ વિભાગની જનકલ્યાણકારી યોજનાઓની જાણકારી આપવાની સાથે લાભાર્થીઓને ઉજ્જવલા યોજના અન્વયે ગેસ કીટ, આયુષ્માન કાર્ડ, પોષણ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું.

“મેરી કહાની, મેરી ઝુબાની” અંતર્ગત લાભાર્થીઓએ પોતાના પ્રતિભાવો વર્ણવ્યા હતા. ગ્રામ પંચાયત દ્વારા આયુષ્માન કાર્ડની કામગીરી, જન ધન યોજના, જલ જીવન મિશન, પીએમ કિશાન યોજના, ઓડીએફ પ્લસ એટલે કે ખુલ્લામાં શૌચ મુક્ત ગામ સહિત જમીન રેકર્ડ ડીઝીટાઈઝેશનની 100% કામગીરી થવા બદલ પ્રશસ્તિપત્ર પણ એનાયત કરવામાં આવ્યા હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ગ્રામજનો પ્રધાનમંત્રીનો વિકસિત ભારત સંકલ્પ સંદેશ સાંભળવાની સાથે વિકાસલક્ષી શોર્ટ ફિલ્મ નિહાળી, વર્ષ 2047 સુધીમાં ભારતને વિકસિત ભારત બનાવવા યથા યોગ્ય યોગદાન આપવા સંકલ્પબધ્ધ થયા હતા.

આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, ગ્રામ પંચાયતના પદાધિકારીઓ, સદસ્યશ્રીઓ, સરપંચશ્રીઓ, ગ્રામ પંચાયત આગેવાનો, વિકસિત ભારત રથ નોડલ કે.ડી. સખીયા, ખેતીવાડી વિભાગ, બેંક, પશુપાલન, આરોગ્ય, શાળાના આચાર્ય, શિક્ષકો, તલાટી મંત્રી, આઈ.સી.ડી.એસ., સહિતનાં સંબધિત વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.