Vasuki Indicus : ગુજરાતમાં વાસુકી નાગના જીવાશ્મી મળ્યા છે. તે આશરે 4.70 કરોડ વર્ષ જુના છે. આ વિશાળકાય સાંપ ટી.રેક્સ ડાયનોસોર કરતા પણ મોટો હતો. તેની ઓછામાં ઓછી લંબાઈ 49 ફુટ હતી. આ સાપનો ઉલ્લેખ સમુદ્ર મંથનમાં આવે છે. જેમાં જણાવ્યું હતુ કે મંદાર પર્વની ચારે બાજુ વાસુકી નાગને વીંટી સમુદ્ર મંથન કરવામાં આવ્યું હતુ.
આ પણ વાંચો – શા માટે Googleના જ કર્માચારીઓ કંપનીનો કરી રહ્યા છે વિરોધ?
Vasuki Indicus : ગુજરાતના કચ્છમાં ખૂબ જ પ્રાચીન જીવાશ્મી મળ્યાં છે. આ જીવાશ્મી વાસુકી નાગના છે, આ દુનિયાનો સૌથી મોટો નાગ હતો. આ નાગ એનાકોન્ડા કરતા પણ મોટો હતો. ડાયનાસોરના જમાનામાં વિશાળકાય ટી.રેક્સ ડાયનાસોર પણ તેના કરતા નાનું હતુ. વાસુકી નાગના જીવશ્મી કચ્છના પાન્ધ્રો લિગ્નાઇટની ખાણમાંથી મળી આવ્યાં છે.
આ એ જ સાપ છે જેનો ઉલ્લેખ સમુદ્ર મંથનમાં આવે છે. તેની મદદથી જ મંદાર પર્વતને વલોણાની જેમ ફેરવવામાં આવ્યો હતો. જેનાથી સમુદ્રમાંથી ઝેર, અમૃત, દેવી લક્ષી, વિવિધ રત્નો, ઐરાવત જેવી અનેક મહત્વની વસ્તુઓ નીકળી હતી. વૈજ્ઞાનિકોને આ ખાણમાંથી વાસુકી નાગ કરોડના હાડકાના 27 ભાગ મળી આવ્યાં છે. તેનું વૈજ્ઞાનિક નામ Vasuki Indicus છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસારી તેની આકૃતિ વિશાળકાય હતી. જાણે અજગર હોય. પરંતુ તે ઝેરી નહિ હોય. જર્નલ સાયન્ટિફિક રિપોર્ટ્સમાં છપાયેલા અભ્યાસ અનુસાર IIT Roorkeeના પેલેટિયોલોજિસ્ટ દેવજીત દત્તાએ કહ્યું, કે તેનો આકાર કહે છે કે આ વાસુકી નાગ છે. ધીમી ગતિએ ચાલનાર ખતરનાક શિકારી.
36 થી 49 ફૂટ લંબાઈ, 1000 કિલોગ્રામ વજન
દવજીતે જણાવ્યું કે તે એનાકોન્ડા અને અજગરની જેમ પોતાના શિકારને દબાવીને મારી નાખતો હતો. પરંતુ જ્યારે વૈશ્વિક સ્તરે તાપમાનમાં વધારો થવા લાગ્યો તો તે લુપ્ત થવા લાગ્યા. માનવામાં આવે છે કે તેની સામાન્ય લંબાઈ 36 થી 49 ફૂટ હતી. તેનો વજન આશરે 1000 કિગ્રાની આસપાસ હોવાની સંભાવના છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ભગવાન શિવનો ભક્ત વાસુકી નાગ
વાસુકી નાગને હિન્દુ ભગવાન શિવનો નાગ કહેવામાં આવે છે. તેને સાંપોનો રાજા પણ કહેવામાં આવે છે. આ પ્રાગઐતિહાસિક સાપ તિતાનોબોવાનો વિરોધી માનવામાં આવે છે. તિતાનોબોઆના જીવાશ્મીની શોધ કોલંબિયાની એક કોલસાની ખાણમાંથી 2009માં થઈ હતી. તેની લંબાઈ આશરે 42 ફૂટ હતી. વજન આશરે 1100 કિલોગ્રામ હતો. આ સાપ 5.80-6 કરોડ વર્ષ પહેલા હયાત હતો.
સાપની ખોપડી નથી મળી
આ નાગ સેનોજોઇક કાળમાં રહેતો હતો. એટલે કે આશરે 6.60 કરોડ વર્ષ પહેલા, ત્યારે ડાઇનાસોર યુગનો અંત થઈ ચૂક્યો હતો. અમને વાસુકી નાગના કરોડના હાડકાનો જે સૌથી મોટોભાગ મળ્યો છે. તે ચાડા ચાર ઇંચ પહોળો છે. તેનાથી જાણવા મળે છે કે વાસુકી નાગના શરીરની પહોળાઈ ઓછામાં ઓછી 17 ઈંચ હતી. તેની ખોપડી મળી નથી. હાલ તેની શોધ ચાલુ છે.