Parshottam Rupala Controversy: રાજકોટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રુપાલાના વિવાદિત નિવેદન બાદ સમગ્ર ક્ષત્રિય સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈ ભાજપના દિગ્ગજ નેતાઓ ક્ષત્રિય સમાજનો રોષ શાંત કરવા માટે કમાન સંભાળી છે.
આ પણ વાંચો – ભ્રામક જાહેરાત કેસમાં બાબા રામદેવને સુપ્રીમ કોર્ટની ફટકાર
Parshottam Rupala Controversy: કેન્દ્રીય મંત્રી અને રાજકોટ ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર વિવાદિત નિવેદનનો વિવાદ શાંત થવાનો નામ જ નથી લઈ રહ્યો છે. રાજકોટ જ નહિ પરંતુ ગુજરાતભરમાં ઠેર ઠેર પરષોત્તમ રુપાલાને ક્ષત્રિય સમાજના રોષનો ભોગ બનવું પડ્યું છે. પોતાની ભૂલ બદલ તેઓ વારંવાર માફી પણ માંગી ચૂક્યા છે. પરંતુ ક્ષત્રિય સમાજ એકનો બે થવા તૈયાર નથી. તેઓ સતત તેઓની ઉમેદવારી રદ્દ કરવાની માંગ કરી રહ્યાં છે. ત્યારે હવે રાજપુત સમાજના રોષને શાંત કરવા માટે મુખ્યમંત્રી અને સીઆર આર પાટીલે મોરચો સંભાળ્યો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
રુપાલાને માફ કરી દો – સીઆર પાટીલ
આજે પરષોત્તમ રૂપાલા સામે ક્ષત્રિય સમાજના વિરોધને શાંત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલની હાજરીમાં ગાંધીનગરમાં બેઠક યોજાઇ હતી. બેઠક બાદ સી આર પાટીલે મીડિયા સમક્ષ નિવેદન આપ્યુ છે. તેમણે ક્ષત્રિય સમાજને મોટુ મન રાખીને રુપાલાને માફ કરી દેવા વિનંતી કરી છે. તેઓએ કહ્યું કે, પરષોત્તમ રુપાલાની ટિપ્પણીથી સમાજમાં રોષ ફેલાયો હતો. જે પછી પરષોત્તમ રૂપાલાએ ત્રણ વખત માફી માગી છે. ક્ષત્રિય સમાજને હું હાથ જોડી વિનંતી કરું છું. ભૂલ માટે વારંવાર માફી માંગી છે, તેમને માફ ક્ષત્રિય સમાજ માફ કરી દે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
દ્રૌપદીના આંધળી બાબતે નિવેદનથી મહાભારત થયું – વાઘેલા
એક બાજુ પરષોત્તમ રુપાલાની ટિપ્પણના લીધે પહેલાથી જ ક્ષત્રિય સમાજ દ્વારા ભારે પ્રદર્શનો કરવામાં આવી રહ્યાં છે. ઠેર ઠેર રુપાલોનો વિરોધ થઈ રહ્યો છે. ત્યારે બીજી બાજુ ક્ષત્રિય નેતા શંકરસિંહ વાઘેલાએ સરકાર પર પ્રહારો કરતા રાજકારણ ગરમાયું છે. શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફરન્સ સંબોધતા રુપાલા અને સરકાર પર પ્રહારો કર્યાં હતા. તેઓએ કહ્યું કે પરષોત્તમ રુપાલાને નહિ બદલે તો તેના માટે ભાજપ હાઇકમાન્ડ જવાબદાર રહેશે. જાહેર જીવનમાં બોલવામાં ધ્યાન રાખવું પડે. દ્રૌપદીના આંધળી બાબતે નિવેદન થયુ પછી મહાભારત થયું હતું. ‘રજવાડાઓનું મ્યૂઝિયમ ન બનાવ્યું પણ હવે બેન-દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી નહી કરી તેનો રોષ સમાજમાં છે. પોલીસ બહેનોને અરેસ્ટ કરવાની કોશિશ કરી છે. સરકારે દાઝ્યા પર ડામ આપીને સમાજના કાર્યકરોની ધરપકડ કરે એ સારી નિશાની નથી.