Agriculture News: કચ્છ જિલ્લામાં બાગાયતી પાક આંબામાં (Mango crop) મધીયાનો ઉપદ્રવ (Midge infestation) હાલમાં જોવા મળે છે. જેના નિયંત્રણ માટેની વિશેષ કાળજી સૂચવવામાં આવી છે. મધીયાના બચ્ચા અને પુખ્ત કિટક ફાચર આકારના અને ઝાંખા રાખોડી રંગના હોય છે, જે ખૂબ જ ઝડપથી ત્રાસા ચાલતા હોય છે. બચ્ચા અને પુખ્ત કિટક કુમળા પાન તેમજ પુષ્પવિન્યાસના જુદા–જુદા ભાગોમાંથી રસ ચુસીને આંબાને નુકશાન કરે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ઉપરાંત કિટકના શરીરમાંથી ઝરતો મધ જેવો ચીકણો પદાર્થ પાંદ પર પડતા કાળી ફૂગ વિકાસ પામે છે. જે પ્રકાશ સંશ્લેષણની ક્રિયાને અવરોધે છે. આ કિટક બગીચામાં જોવા મળે તો દવાનો છંટકાવ કરવાની જરૂરિયાત રહે છે.
જીવાતને ભેજ અને છાયાવાળું હવામાન ખૂબ અનુકુળ આવે છે. જેથી મધીયાના જૈવિક નિયંત્રણ માટે નીમ ઓઇલ 1500 પી.પી.એમ 2.5૫ લીટર+બીવેરીયા બેસીયાના 3.00 કિ.ગ્રા. પ્રતિ 1000 લીટર પાણીમાં મિક્સ કરીને સાંજના સમયે છંટકાવ કરવો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
જીવાતનો ઉપદ્રવ વધારે હોય ત્યારે ઈમીડાક્લોપ્રીડ 17.8 % SL-2.8 મીલી અથવા થાયોમીથોક્ઝામ 25 % WG-5 GM, સાયપરમેથ્રીન 25% EC-3 મીલી અથવા ડેલ્ટામેથીન 2.8% EC-3 મીલી દવાઓ પૈકીની દવા 10 લિટર પાણીના માપ મુજબ 10 દિવસના અંતરે આખા ઝાડમાં છંટકાવ કરવી.
આ પણ વાંચો: બેંક કર્મચારીઓને બખ્ખાં દર અઠવાડિયે મળશે 2 રજા, જાણો સંપૂર્ણ વિગત
આંબાના મધિયાના પુખ્ત કિટકો આંબા પર મોર ઉપરાંત થડ અને ઝાડની ડાળીઓનાં છાલની તિરાડમાં ભરાઈ રહે છે, જેથી તેના નિયંત્રણ માટે પાનની સાથે થડ અને ડાળીઓ ઉપર પણ છંટકાવ કરવો. ડિસેમ્બર મહીનાની શરૂઆતથી નવી કૂપણો ફૂટે તે પહેલા નિયંત્રણ માટેના પગલા લેવા ખૂબ જ જરૂરી છે તેમ નાયબ બાગાયત નિયામક ભુજ કચ્છ દ્વારા જણાવાયું છે.
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.