બોર્ડની પરીક્ષામાં માર્કના ટોટલમાં ભૂલ, 9000 શિક્ષકોને થયો દંડ

ખબરી ગુજરાત ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Gujarat Teachers Penalty : ગુજરાતના 9 હજાર શિક્ષકોને દોઢ કરોડનો દંડ ફટકારવામાં આવ્યો છે. આ શિક્ષકોએ બોર્ડની પરીક્ષાઓની ઉત્તરવહીના મૂલ્યાંકન વખતે માર્કના ટોટલમાં ભૂલ કરી હતી. હજુ સુધી તેમાંથી એકપણ શિક્ષકે દંડ ભર્યો નથી.

આ પણ વાંચો : ભડકાઉ ભાષણ અંગે શું કહે છે સંવિધાન? કેટલા નેતાઓ પર છે કેસ

PIC – Social Media

Gujarat Teachers Penalty : ગુજરાત બોર્ડની પરીક્ષાની (Gujarat Board Exam) આંસરશીટમાં મૂલ્યાંકન દરમિયાન ભૂલને કારણે ગુજરાતના 9218 શિક્ષકોને છેલ્લા બે વર્ષમાં 1.54 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. ગુજરાતના આ શિક્ષકો દ્વારા 10માં અને 12માં ધોરણની આંસરશીટમાં (Answer Sheet) મૂકવામાં આવતા માર્કનો ટોટલ લખતી વખતે ભૂલ કરી હોવાનું સામે આવ્યું હતુ. બોર્ડના વિદ્યાર્થિઓનું મૂલ્યાંકન કરનાર શિક્ષકો પોતે જ ગણિતમાં નબળા હોવાનું સાબિત થયું છે. જેને લઈ ગુજરાત સરકારે આવા શિક્ષકોને 1.54 કરોડ રૂપિયાનો દંડ ફટકારવો પડ્યો છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

આખુ વર્ષ મહેનત કર્યા પછી વિદ્યાર્થીઓ પરીક્ષા આપતા હોય છે. ત્યારે શિક્ષકો દ્વારા મૂલ્યાંકન કરવામાં આવી ભૂલોને કારણે વિદ્યાર્થીઓને ભારે નુકસાન સહન કરવાનો વારો આવે છે. આપને જણાવી દઈએ કે માર્ચ 2022ની બોર્ડ પરીક્ષામાં ભૂલ કરનાર શિક્ષકો પાસેથી દંડ વસુલવા માટે રાજ્ય શિક્ષણ વિભાગે તેઓનો શાળા મેનેજમેન્ટ અને સંબંધિત જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સંપર્ક કરવામાં આવ્યો છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ ધારાસભ્ય કિરિટ પટેલ દ્વારા પૂછવામાં આવ્યું હતુ કે ધોરણ 10 અને 12ની આંસરશીટ મૂલ્યાંકનમાં ભૂલ કરનાર શિક્ષકોની સંખ્યા કેટલી છે? તેને કેટલો દંડ કરવામાં આવ્યો? કેટલા શિક્ષકોએ દંડ ભર્યો છે? જો શિક્ષકોએ દંડ નથી ભર્યો તો સરકારે શું પગલા લીધા? જેના જવાબમાં શિક્ષણ મંત્રીએ કહ્યું હતુ કે આંસરશીટમાં મૂકલવામાં આવતા માર્કના ટોટલ કરવામાં બે વર્ષમાં 9218 શિક્ષકો દ્વારા ભૂલ કરવામાં આવી હતી. જેના માટે રાજ્ય સરકાર દ્વારા 1,54,41,203 રૂપિયાનો દંડ ફટકરાવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : Harda Blsat : વિસ્ફોટથી 5 કિમી વિસ્તારમાં તૂટ્યા કાચ, 11 લોકોના મોત

જણાવી દઈએ કે 10માંના 787 અને 12માંના 1870 એટલે કે કુલ 2657 શિક્ષકોએ 50.97 લાખનો દંડ હજુ સુધી ભર્યો નથી. આ તમામ શિક્ષકોને શિક્ષણ વિભાગ દ્વારા નોટિસ પણ આપવામાં આવી છે. ભવિષ્યમાં આવી ભૂલો ના થાય તે માટે સરકારે આંસરશીટના મૂલ્યાંકન માટે એક વેરિફાયરની નિમણુક કરી છે.