Elvish Yadav Case : એલ્વિશ યાદવની સાંપ-ઝેર કેસમાં મોટુ અપડેટ સામે આવ્યું છે. નોયડા પોલીસે કબ્જે કરેલા સાપના ઝેરને પરિક્ષણ માટે FSL લેબમાં મોકલવામાં આવ્યાં હતા. જેના રિપોર્ટ આવી ગયા છે. એફએસએલ તપાસમાં મોટો ખુલાસો થયો છે. રિપોર્ટ અનુસાર, કોબરા ક્રેટ પ્રજાતિના સાંપોનું ઝેર મળ્યું છે.
આ પણ વાંચો : દિલ્હીમાં અગ્નિકાંડ, ફેક્ટરીમાં આગ લાગતા 11 લોકોના મોત
Elvish Yadav Case : બિગ બોસ ઓટીટી 2ના વિનર (Big Boss OTT 2) અને યુટ્યુબર એલ્વિશ યાદવ (Elvish Yadav) સતત વિવાદોમાં રહે છે. ગત વર્ષે યુટ્યુબર સાંપના ઝેરની સપ્લાઈ કરવા અને રેવ પાર્ટી કેસ (Rave Party Case)માં ફસાયા હતા. નોયડા પોલીસે એલ્વિશ સહિત મદારીઓ વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો. જેમાં 5 લોકોની ધરપકડ પણ થઈ. એલ્વિશ યાદવની પણ પૂછપરછ કરવામાં આવી. હવે એફએસએલ (FSL)ની તપાસમાં મોટો ખુલાસો થયો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
એલ્વિશ યાદવની વધી મુશ્કેલી
નોઈડા પોલીસે સાપના કબજામાંથી મળી આવેલા સાપના ઝેરને પરીક્ષણ માટે FSL લેબમાં મોકલ્યું હતું. તેનો રિપોર્ટ હવે આવી ગયો છે. આ મુજબ કોબ્રા ક્રેટ પ્રજાતિના સાપનું ઝેર મળી આવ્યું છે. FSL રિપોર્ટ આવ્યા બાદ એલ્વિશ યાદવની મુશ્કેલીઓ વધી શકે છે.
કઈ રીતે સાપના ઝેર કેસમાં ફસાયા એલ્વેશ?
આ કેસ ગત વર્ષનો છે. એનજીઓ ઓર્ગેનાઇજેશને એનિમલ વેલફેર ઓફિસર ગૌરવ ગુપ્તાએ નોઇડા પોલીસમાં એલ્વિશ યાદવ વિરુધ ફરિયાદ નોંધાવી હતી. FIRમાં લખાવાયુ કે એલ્વિશ યાદવ જીવિત સાપો સાથે દિલ્હી એનસીઆરના ફાર્મ હાઉસમાં વિડિયો શૂટ કરાવે છે. રેવ પાર્ટીઓમાં આ સાપ અને તેના ઝેરનો ગેરકાયદેસર ઉપયોગ થાય છે. રેવ પાર્ટીઓમાં વિદેશી યુવતીઓની ભાગીદારીનો મામલો પણ સામે આવ્યો. આરોપ છે કે આ પાર્ટીઓમાં સાપનું ઝેર અને અન્ય દવાઓનું સેવન કરવામાં આવ્યું હતું. આ કેસમાં ધરપકડ કરાયેલા આરોપી રાહુલ યાદવની એક ઓડિયો ક્લિપ સામે આવી હતી જેમાં તેણે PFA સભ્યને કહ્યું હતું કે તેણે એલ્વિશની પાર્ટીમાં ડ્રગ્સ પહોંચાડ્યું હતું. પોલીસને રાહુલ પાસેથી 20ml ઝેર મળ્યું હતુ.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
વન વિભાગ દ્વારા સાપોને મેડિકલ તપાસ માટે મોકલવામાં આવ્યા હતા. 5 કોબ્રાની ઝેરી ગ્રંથીઓ કાઢી નાખવામાં આવી હોવાનું બહાર આવ્યું હતું. બાકીના 4 સાપ ઝેરી નહોતા. પરીક્ષણ બાદ આ સાપોને જંગલમાં છોડી મૂકવામાં આવ્યાં હતા.