રાજસ્થાનમાં પીએમ મોદીનો ચૂંટણી પ્રચાર, જાણો શું કહ્યુ?

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Loksabha Election 2024 : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભા ચૂંટણી 2024ને લઈ પ્રચાર અભિયાન શરૂ કર્યું છે. પીએમ આજે રાજસ્થાનના કોટપૂતલી પહોંચ્યા હતા. અહીં તેઓએ વિજય શંખનાદ રેલીમાં ભાગ લીધો હતો. વડાપ્રધાને દાવો કર્યો છે કે અત્યાર સુધી 10 વર્ષોમાં જે થયું છે તે માત્ર ટ્રેલર છે.

આ પણ વાંચો – AAP સાંસદ સંજય સિંહને મળ્યા જામીન, જાણો પંજાબના CMએ શું કહ્યું?

PIC – Social Media

Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024ને લઈ પીએમ મોદીએ પ્રચાર શરૂ કરી દીધો છે. પીએમ આજે રાજસ્થાનના કોટપુતલી પહોંચ્યા હતા. અહીં તેઓએ શંખનાદ રેલીમાં ભાગી લીધો અને કહ્યું કે 2019માં મારી રાજસ્થાનની પહેલી ચૂંટણી સભા પણ દુંદાડથી શરૂ થઈ હતી. હવે 2024માં આ જ વિસ્તારમાંથી ચૂંટણી સભા શરૂ થઈ રહી છે. પીએમ મોદીએ આ રેલીમાં વિપક્ષ પર ભારે પ્રહારો કર્યા છે. તેઓએ કહ્યું કે 10 વર્ષમાં જે કામ થયુ તે માત્ર ટ્રેલર છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

જેને પૂછવામાં પણ નથી આવતુ, મોદીએ તેની પૂજા કરી છે – પીએમ મોદી

પીએમ મોદીએ રેલીને સંબોધિત કરતા કહ્યું કે તમારુ સપનું મોદીનો સંકલ્પ છે. અગાઉની સરકારોએ જેને પૂછ્યુ પણ નથી, મોદીએ તેની પૂજા કરી છે. કોંગ્રેસે દેશના કરોડો ખેડૂતોને ક્યારે નથી પૂછ્યુ, મોદીએ રાજસ્થાનના 85 લાખથી વધુ ખેડુતોના ખાતામાં પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આશરે 20 હજાર કરોડ રૂપિયા મોકલ્યા છે. પીએમએ વિપક્ષ પર નિશાન સાધતા કહ્યું, કે તેઓ કહે છે ભ્રષ્ટાચારીઓને બચાવો, મોદી કહે છે ભ્રષ્ટાચાર હટાવો. આ પ્રથમ ચૂંટણી છે જેમાં કોંગ્રેસ પાર્ટીના મોટા નેતા પોતે ચૂંટણી જીતવાની વાત નથી કરતા, પરંતુ દેશને ધમકી આપી રહ્યાં છે કે જો ભાજપ જીતી તો દેશમાં આગ લગાવી દેશે.

10 વર્ષનું કામ તો ટ્રેલર માત્ર – પીએમ મોદી

પીએમ મોદીએ રેલીમાં કહ્યું, કે 10 વર્ષમાં જે કંઈ થયુ તે માત્ર ટ્રેલર છે. હજુ ઘણું કરવાનું બાકી છે. આપણે દેશને ઘણો આગળ લઈ જવાનો છે. આપણે રાજસ્થાનને ખૂબ આગળ લઈ જવાનું છે. ભાજપનો ત્રીજો કાર્યકાળ ઐતિહાસિક નિર્ણયોનો કાર્યકાળ થનાર છે. આ પહેલા રાજ્યના સીએમ ભજનલાલ શર્માએ પણ કહ્યું કે મોદીજીએ જે ગેરંટી આપી છે. અમે તેના પર કામ કરી રહ્યાં છીએ. રાજસ્થાન 25માંથી 25 બેઠકો જીતીને 25 કમળના ફૂલ વડાપ્રધાન મોદીને આપશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

કોંગ્રેસ એટલે દેશની બિમારીનું મૂળ – પીએમ મોદી

આજે દેશમાં ભાજપનો અર્થ છે વિકાસ અને સમાધાન, પરંતુ કોંગ્રેસનો અર્થ છે દેશની દરેક બિમારીનું મૂળ. તમે કોઈપણ સમસ્યા જોશો તો તેના મૂળમાં કોંગ્રેસ પાર્ટી જ જોવા મળશે. આઝાદીના સાત દાયકોઓ સુધી દેશમાં કોંગ્રેસના લીધે ગરીબી રહી. ભારતને નવી ટેક્નોલોજી, રક્ષાના સાધનો માટે બીજા દેશો પર નિર્ભર રહેવું પડતું હતુ. આજે ભાજપ સરકારના સમયમાં ભારતની ઓળખ હથિયાર નિકાસકર્તા દેશરૂપે બની રહી છે.