Delhi Earthquake : દિલ્હી-NCR ફરી એકવાર જોરદાર ભૂકંપ ધ્રુજી ઉઠ્યું છે. જમ્મુના ઘણાં વિસ્તારોમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપની તીવ્રતા 6.2 હોવાનું કહેવાય છે. અને તેનું કેન્દ્ર હિન્દુકુશમાં 213 કિમી દૂર હોવાનું કહેવાય છે. જમ્મુથી અફઘાનિસ્તાન સુધી ભૂકંપના આંચકા અનુભવાયા છે.
આ પણ વાંચો : Hyundaiએ લોન્ચ કરી ઈલેક્ટ્રીક ફ્લાઇંગ ટેક્સિ, જુઓ ફિચર્સ
ગુરુવારે બપોરે 2.50 વાગ્યે દિલ્હી-એનસીઆર, પંજાબ, ચંદીગઢ અને જમ્મુ કાશ્મીરમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂંકપના આચંકા ઘણાં સમય સુધી અનુવાયા હતા. ભૂકંપના આંચકા અનુભવાતા લોકો પોતાના ઘરની બહાર દોડી આવ્યાં હતા. હાલ કોઈ જાનમાલનું નુકાસન થયું હોય તેવા સમાચાર સામે આવ્યાં નથી. ભૂકંપનું કેન્દ્ર બિંદુ અફઘાનિસ્તાનના ફૈઝાબાદમાં નોંધાયું હતું અને હિન્દુકુશ વિસ્તારમાં રિક્ટર સ્કેલપર પર તેની તીવ્રતા 6.2 નોંધાઈ છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
પાકિસ્તાનમાં પણ અનુભવાયા જોરદાર આંચકા
ભારતની સાથે પાકિસ્તાનમાં પણ ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા છે. જમ્મુ કાશ્મીરના પૂંછ જિલ્લાના પીર પંજાલ વિસ્તારના દક્ષિણમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ભૂકંપના આંચકા માત્ર ભારત જ નહિ પાકિસ્તાનમાં પણ અનુભવાયા છે. ભૂકંપના કારણે લોકો પોતાના ઘર અને ઓફિસોની બહાર દોડી આવ્યાં હતા.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આપને જણાવી દઈએ કે નિષ્ણાંતો દિલ્હી એનસીઆરના ભૂકંપને લઈ પહેલાથી જ ચેતવણી આપી ચૂક્યાં છે. જેનું કહેવું છે કે દિલ્હી એનસીઆરમાં ગમે ત્યારે ભૂકંપનો મોટો આંચકો આવી શકે છે. જોકે તે ક્યારે આવશે તેની પુષ્ટી થઈ શકે નથી. દિલ્હી એનસીઆરની નીચે 100થી વધુ લાંબી અને ઊંડી ફોલ્ટ લાઇન છે. તેમાંથી કેટલીક દિલ્હી – હરિદ્વારા રિજ, દિલ્હી-સરગોધા રિજ અને ગ્રેટ બાઉન્ડ્રી ફોલ્ટ પર છે. ઉપરાંત કેટલાક સક્રિય ફોલ્ટ્સ પણ તેની સાથે જોડાયેલ છે.