સુકા ઘાસચારાની આડમાં લઇ જવાતાં ભારતીય બનાવટનાં વિદેશી દારૂનાં જથ્થા

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

મનિષ કંસારા
ભરૂચ: પોલીસ મહાનિરીક્ષક સંદીપ સિંહ વડોદરા વિભાગ, વડોદરા તથા ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષક મયુરભાઈ ચાવડા નાઓ દ્વારા જિલ્લામાં પ્રોહિ./જુગારની અસામાજીક પ્રવૃત્તિઓ સદંતર બંધ રહે અને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે ઉદ્દેશથી પ્રોહિ./જુગારની પ્રવૃત્તિઓ ઉપર સતત વૉચ રાખી અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા આપેલ સુચના આધારે.


ઇન્ચાર્જ પોલીસ ઇન્સ્પેક્ટર એમ. એમ. રાઠોડ એલ.સી.બી. ભરૂચ નાઓનાં માર્ગદર્શન હેઠળ ઉપરોક્ત સુચનાઓ અન્વયે પ્રોહિ./જુગારના કેસો શોધી કાઢવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ ની અલગ-અલગ ટીમો બનાવી સધન પ્રયત્નો હાથ ધરવામાં આવેલ તે દરમિયાન ગઇકાલ પો.સ.ઇ. આર. કે. ટોરાણી એલ.સી.બી. ભરૂચની ટીમ અંક્લેશ્વર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી દરમિયાન બાતમી હકીકત મળેલ કે, “એક લાલ કલરની અશોક લેલન કંપનીની ટ્રક નંબર- RI-21-GC-5866 માં પશુઓના સુકા ઘાસચારાની આડમાં ઇંગ્લીશ દારૂનો જથ્થો ભરી ને.હા.નંબર-૪૮ પર સુરત થી ભરૂચ તરફ જનાર છે”;

જે બાતમી આધારે ને.હા. નંબર-૪૮ ઉપર નર્મદા ટોલ નાકા પર વૉચ તપાસમાં રહી ઉપરોક્ત બાતમી વર્ણનવાળી ટ્રક નંબર- RJ-21-GC-5866 ની આવતા તેને રોકી લઇ ટ્રકમાં કેબીનના ઉપરનાં ભાગે પશુઓનાં સુકા ઘાસની નીચે સંતાડેલ પ્રતિબંધિત ભારતીય બનાવટનાં વિદેશી દારૂની નાની-મોટી બોટલ તથા બીયર ટીન નંગ- ૮૬૫ કિંમત ૭૪,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૨ કિં.રૂ.૧૦,૦૦૦/- તથા ટ્રક નંબર RJ-21-GC.5866 કિં.રૂ.૧૦,૦૦૦,૦૦/- તથા રોકડા રૂ. ૪૦,૦૦૦/- તથા સુકુ ધાસ આશરે ૯ ટન કિં.રૂ. ૪૫,૦૦૦/- મળી કુલ મુદ્દામાલ કિં.રૂ. ૧૧,૬૯,૦૦૦/- ના મુદ્દામાલ સાથે બે ઈસમો (૧) ઇસ્તીયાક હનીફ નેદરીયા રહે, મોમીન નગર તેનીવાડા ગામ તા.વડગામ જિ.બનાસકાંઠા (૨) મોહમ્મદભાઈ અકબરભાઈ સિપાઇ રહે.

ડુંગરીયા ગામ તા.સિધ્ધપુર જિ.પાટણ નાં ને ઝડપી પાડી ઇંગ્લીશ પ્રોહિ મુદ્દામાલ મોકલી આપનાર તથા મંગાવનાર બંને ઈસમો (૩) ઈમરાન રહે.મુંબઇ જેનું પુરુ નામ સરનામું જણાયેલ નથી. (૪) સુનીલ રહે.ઉંઝા જિ.મહેસાણા જેનું પુરુ નામ સરનામું જણાયેલ નથી નાં ને વોન્ટેડ જાહેર કરી મુદ્દામાલ
કબ્જે કરેલ મુદ્દામાલ: (૧) ભારતીય બનાવટનાં વિદેશી દારૂની કુલ નાની મોટી બોટલ તથા બીયર ટીન નંગ- ૮૫૭ કિં.રૂ.૭૪.૦૦૦/- (૨) મોબાઇલ નં:-૦૨ કિં.રૂ. ૧૦,૦૦૦/- (૩) ટ્રક નંબર RJ-21-GC-5866 કિં.રૂ. ૧૦,૦૦૦,૦૦ (૩) રોકડા રૂપિયા ૪૦,૦૦૦/- (૫) સુકુ ઘાસ આશરે ૯ ટન કિં.રૂ. ૪૫,૦૦૦/- (૬) ટ્રક નંબર RJ-21-GC-5866 ના આર.ટી.ઓ.ને લગતા કાગળો કિં.રૂ. ૦૦/૦૦
કુલ કિં.રૂ. ૧૧,૬૯,૦૦૦/- નો મુદ્દામાલ કબજે કરી પ્રોહિબિશન એક્ટની સંલગ્ન કલમો મુજબ કાર્યવાહી કરી અંક્લેશ્વર શહેર ‘બી’ ડિવિઝન પો.સ્ટે. ખાતે ગુનો રજીસ્ટર કરાવવામાં આવેલ છે.
ઉપરોક્ત કામગીરી કરનાર ટીમ;- પો.સ.ઇ. આર. કે. ટોરાણી તથા એ.એસ.આઈ. ચંદ્રકાંત તથા અ.હે.કો. જયરાજભાઈ, અ.હે.કો. ધનંજયસિંહ તથા અ.પો.કો. મનહરસિંહ, અ.પો.કો. નૈલેષદાન, વુ.અ.પો.કો. હિરલ એલ.સી.બી. ભરૂચ નાઓ દ્વારા ટીમ વર્ક થી ઉપરોક્ત કામગીરી કરવામાં આવેલ છે.