Delhi Crime : નોર્થ ઈસ્ટ દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં 26 જાન્યુઆરીની રાત્રે એક સનસનીખેજ ઘટના સામે આવી છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જેમાં કેટલાક યુવકો એક છોકરાને દોડાવતા નજરે પડી રહ્યાં છે. આ દરમિયાન તેઓ પહેલા છોકારાને ગોળી મારે છે, ત્યાર બાદ ચાકુના ઘા ઝીંકી તેની હત્યા કરવાનો પ્રયાસ કરે છે. આ મામલે પોલીસે આરોપીની શોધખોળ શરૂ કરી છે.
આ પણ વાંચો : લાલુ પરિવાર મુશ્કેલીમાં, રાબડી દેવી સહિતના આરોપીઓને ઈડીનું સમન્સ
Delhi Crime : 26 જાન્યુઆરીએ આખો દેશ પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરી રહ્યો હતો. દેશની રાજધાની દિલ્હીમાં ભારે સુરક્ષા બંદોબસ્ત હતો. પરંતુ નોર્થ ઇસ્ટ દિલ્હીના શાસ્ત્રી પાર્ક વિસ્તારમાં સરાજાહેર એક સનસનીખેજ ઘટનાએ સનસનાટી મચાવી દીધી હતી. આ ઘટનાને નજરે જોનારના પણ રૂંવાડા ઊભા થઈ ગયા. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યાં છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ગુનેગારોના મનમાં કાયદાનો બિલકુલ ડર નથી કે પોલીસનો ખોફ નથી. ઘટનાને અંજામ આપી તમામ આરોપી ફરાર થઈ ગયા છે. પોલીસે તેને ઝડપી પાડવા ચક્રો ગતિમાન કર્યાં છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સીસીટીવી ફૂટેજમાં જોઈ શકાય છે કે બજારમાં દુકાનો પર લોકો ઊભા છે. એક બાજુ ભીડ છે. અચાનક અફરા તફરી મચી જાય છે. લોકો જ્યાં ત્યાં ભાગવા લાગે છે. એક છોકરો બૂમો પાડતા પાડતા ભાગી રહ્યો છે. તેની પાછળ ત્રણ ચાર લોકો દોડી રહ્યાં છે. કોઈના હાથમાં ચાકુ તો કોઈના હાથમાં પિસ્તોલ છે. એક આદમી સ્કૂટીથી પણ તે છોકરાનો પીછો કરી રહ્યો છે. તે લોકો ફાયરિંગ કરતા પણ જોઈ શકાય છે. થોડે દૂર જઈ તેઓ છોકરાને પકડી લે છે. તેને ઢોરમાર મારે છે. અને તેને ગોળી મારે દે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આટલી હેવાનિયત બાદ પણ તેઓનુ મન ન ભરાતા ચાકુના ઘા મારી તેનું આખુ શરીર લોહીલુહાણ કરી મુકે છે. સ્કુટીવાળો શખ્સ ચાકુથી તેનું ગળુ વેતરવાનો પ્રયાસ કરે છે. ગંભીર રીતે ઘાયલ કર્યા બાદ તમામ આરોપી તે છોકરાને બેભાન અવસ્થામાં છોડી ફરાર થઈ જાય છે. આ આખી ઘટના એક દુકાનની સામે ઘટી. નવાઈની વાત તો એ છે કે દુકાનદાર તે છોકરાને બચાવાની જગ્યાએ પોતાની દુકાનનો સમાન સંકેલવા લાગે છે. આરોપીઓના ભાગી ગયા છતા તે છોકરાને મદદ નથી કરતો કે નથી પોલીસને ફોન કરતો.
ઘણાં સમય પછી લોકો ત્યાં પહોંચે છે. ત્યાર બાદ પોલીસને જાણ કરવામાં આવે છે. પોલીસ ઘટના સ્થળે પહોંચી ગંભીર રીતે ઘાયલ છોકરાને હોસ્પિટલમાં ભરતી કર્યો છે. જ્યાં તે જીવન અને મરણ વચ્ચે ઝોલા ખાઇ રહ્યો છે. પોલીસે ઈજાગ્રસ્તના પરિવારજનોની ફરિયાદના આધારે ગુનો નોંધ્યો છે. આરોપીની શોધ ચાલુ છે. સીસીટીવી ફૂટેજ આધારે તેમની ઓળખ કરવામાં આવી રહી છે. જણાવાય રહ્યું છે કે દારુની પાર્ટી દરમિયાન તેઓ વચ્ચે કોઈ વાતને લઈ વિવાદ થયો હતો. ત્યાર બાદ આરોપીઓએ આ ઘટાને અંજામ આપ્યો છે.
આ પણ વાંચો : સાઉથની ફિલ્મ ‘કંગુવા’માં જોવા મળશે ‘બોબી’, જુઓ ખૂંખાર લૂક
શાસ્ત્રી પાર્ક પોલીસ અનુસાર, પીડિતનું નામ સમીર અહમદ પુત્ર મો. ફિરોજ છે. તે શાસ્ત્રી પાર્કની બુલંદ મસ્જિદ નજીક રહે છે. આરોપીઓનુ નામ બિલાલ, સૌદ, ફિરોજ અને સલીમ છે. પીડિતના પિતાની ફરિયાદના આધારે આરોપીઓ વિરુદ્ધ આઈપીસીની કલમ 307, 34 અને આર્મ્સ એક્ટ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે.