મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે મૈતેઈ (Meitei) સમુદાયના 9 સંગઠનોને ઉગ્રવાદી સંગઠન જાહેર કર્યા છે. ઉપરાંત આ સંગઠનો પર થોડા વર્ષો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે

Manipur Violence: ગૃહ મંત્રાલયનો મોટો નિર્ણય, મૈતેઈ સમુદાયના આ સંગઠનો પર લગાવ્યો પ્રતિબંધ

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Dinesh Rathod, Gujarat, Khabri media
Manipur Violence: મણિપુરમાં ચાલી રહેલી હિંસા વચ્ચે કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મોટો નિર્ણય લીધો છે. ગૃહ મંત્રાલયે મૈતેઈ (Meitei) સમુદાયના 9 સંગઠનોને ઉગ્રવાદી સંગઠન જાહેર કર્યા છે. ઉપરાંત આ સંગઠનો પર થોડા વર્ષો માટે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો

કયા કયા સંગઠનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો?
પીપલ્સ લિબરેશન આર્મી (PLA)
રિવોલ્યુશનરી પીપલ્સ ફ્રન્ટ (RPF)
યુનાઈટેડ નેશનલ લિબરેશન ફ્રન્ટ (UNLF)
મણિપુર પીપલ્સ આર્મી (MPA)
પીપલ્સ રિવોલ્યુશનરી પાર્ટી ઓફ કાંગલેઇપાક (PREPAK)
રેડ આર્મી, કાંગલેઇપાક કમ્યુનિસ્ટ પાર્ટી (KCP)
કાંગલેઇ યાઓલ કનબા લૂપ (KYKL)
સંકલન સમિતિ (CORCOM)
એલાયન્સ ફોર સોશ્યલિસ્ટ યુનિટી કાંગલેઇપાક (ASUK)

13 નવેમ્બર સુધી મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ
થોડા દિવસ પહેલા જ મણિપુર સરકારે મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ લંબાવવાની જાહેરાત કરી હતી. રાજ્ય સરકારે મોબાઈલ ઈન્ટરનેટ પરનો પ્રતિબંધ આજથી એટલે કે 13મી નવેમ્બર સુધી લંબાવ્યો છે. અધિકારીઓએ જણાવ્યું હતું કે વંશીય સંઘર્ષથી પ્રભાવિત ન હોય તેવા ચાર પહાડી જિલ્લાના મુખ્ય મથકોમાં પ્રતિબંધ લાગુ કરવામાં આવશે નહીં.

આ પણ વાંચો: વડાપ્રધાન મોદી 15 નવેમ્બરે આદિવાસીઓને આપશે 24,000 કરોડની ભેટ , PVTG ડેવલપમેન્ટ મિશન કરશે લોન્ચ

પ્રતિબંધ શા માટે લંબાવવામાં આવ્યો?
સરકારનું માનવું છે કે કેટલાક અસામાજિક તત્ત્વો લોકોની ભાવનાઓને ઉશ્કેરવા વાળી તસવીરો અને દ્વેષપૂર્ણ વીડિયો ફેલાવવા મોટા પાયે ઇન્ટરનેટ મીડિયાનો ઉપયોગ માટે કરી શકે છે. વાયરલ તસવીરો અને વીડિયોથી કાયદો અને વ્યવસ્થા પર ગંભીર અસર પડી શકે છે. સપ્ટેમ્બરના થોડા દિવસો સિવાય મણિપુરમાં 3 મેના રોજ જાતિય હિંસા શરૂ થઈ ત્યારથી મોબાઈલ ઈન્ટરનેટ પર પ્રતિબંધ છે.

દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.