14મી કન્વેન્શન્‍સ ઇન્ડિયા કોન્‍ક્લેવનો સીએમ પટેલે કરાવ્યો પ્રારંભ

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Conventions India Conclave 2023 : મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે (Bhupendra Patel) વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ ઇન્વેસ્ટમેન્ટ સમિટ-2024ના પ્રિ-વાયબ્રન્ટ ઇવેન્ટ રૂપે આયોજિત 14મી કન્વેન્શન્‍સ ઇન્ડિયા કોન્‍ક્લેવ-2023 (Conventions India Conclave 2023)નો પ્રારંભ કરાવ્યો હતો.

આ પણ વાંચો : આ છે દેશની પ્રસિદ્ધ મહિલા કથાવાચકો

આ કોન્‍ક્લેવનું ત્રિ-દિવસીય આયોજન રાજ્ય સરકારના પ્રવાસન વિભાગે કેન્દ્ર સરકારના પ્રવાસન મંત્રાલયના ઇન્ડિયા કન્વેન્શન્‍સ પ્રમોશન બ્યુરોના સહયોગથી કર્યું છે. આ કોન્‍ક્લેવમાં ડેલિગેટ્સ, એક્ઝિબિટર્સ અને બાયર્સ મળી 400થી વધુ લોકો સહભાગી થઈને B2B મીટિંગ્સ અને કોન્ફરન્સ કરવાના છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

કોન્કલેવનો પ્રારંભ કરાવતા મુખ્યમંભી ભૂપેન્દ્ર પટેલે કહ્યું કે, વડાપ્રધાનની વિઝનરી લીડરશીપમાં ભારત હવે વર્લ્ડ વાઇડ માઇસ ડેસ્ટિનેશનના રૂપમાં તૈયાર થઈ રહ્યું છે અને ગુજરાતમાં માઇસ ઇન્ડસ્ટ્રી માટે બેસ્ટ ચોઈસ બનવા સજ્જ છે. મુખ્યમંત્રીશ્રીએ પ્રવાસન ક્ષેત્રમાં 40 ટકાથી વધુ આવક માઇસ ઇન્ડસ્ટ્રીમાંથી આવે છે તેનો ઉલ્લેખ કરતા કહ્યું કે, રોજગાર સર્જન, સ્થાનિક અર્થતંત્ર પર વ્યાપક લાભદાય અસરો વગેરે માટે આ ઇન્ડસ્ટ્રીમાં મોટો અવકાશ રહેલો છે અને તેના પર ધ્યાન આપવું પણ આવશ્યક છે.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉમેર્યું કે, ગુજરાતમાં એડવેન્‍ચર ટુરીઝમ, હેરિટેજ ટુરીઝમ, રિલીજિયસ ટુરીઝમ ફૂલ્યા ફાલ્યા છે અને હવે કોન્ફરન્સ ટુરીઝમ તરફ ગુજરાત આગળ વધ્યું છે. મહાત્મા મંદિર, સ્ટેચ્યુ ઓફ યુનિટી, કચ્છનું સફેદ રણ અને ટેન્‍ટ સિટી વગેરે સ્થળો પ્રવાસન સાથે નેશનલ અને ઇન્‍ટરનેશનલ કોન્‍ફરન્‍સના આયોજન માટે પણ બેસ્ટ ડેસ્ટિનેશન બન્યા છે એમ તેમણે જણાવ્યું હતું.

આ કોન્‍ક્લેવ ફાઈવ ટ્રિલિયન ડોલર ઇકોનોમીના સંકલ્પને સાકાર કરવા માટે સસ્ટેઇનેબલ માઇસ એમ્પાવરીંગની થીમ સાથે યોજાઇ રહી છે તે વિકસિત ભારત @2047માં નવું બળ પૂરું પાડશે એવો વિશ્વાસ મુખ્યમંત્રીશ્રીએ દર્શાવ્યો હતો. ગુજરાતમાં માઇસ ઇન્ડસ્ટ્રીઝને નવી ગતિ અને દિશા આપવા આ કોન્‍ક્લેવ દરમિયાન વિવિધ MoU પણ કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો : આ 15 વાસ્તુ ટિપ્સ તમારું જીવન બદલાવી નાખશે

આ કાર્યક્રમ દરમિયાન મુખ્યમંત્રીશ્રીની ઉપસ્થિતિમાં TCGL અને ICPB એ ઇન્ડિયન સોસાયટી ઓફ બ્લડ ટ્રાન્સફયુઝન એન્ડ ઇમ્યુનોહેમેટોલોજી, ઇન્ડિયન એન્ડોડોન્ટિક સોસાયટી, એઇડ્સ સોસાયટી ઓફ ઇન્ડિયા તેમજ ફાયર સિક્યુરિટી એસોસિએશન ઓફ ઇન્ડિયા સાથે રાષ્ટ્રીય એમઓયુ તથા ઇન્ટરનેશનલ કોંગ્રેસ એન્ડ કન્વેન્શન્‍સ એસોસીએશન સાથે આંતરરાષ્ટ્રીય એમઓયુ સાઇન થયા હતા.

આ પ્રસંગે ઇન્ડિયા કન્વેન્શન્‍સ પ્રમોશન બ્યૂરો અને ટુરિઝમ કૉર્પોરેશન ઓફ ગુજરાતના અધિકારીઓ, MICE સેક્ટરના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.