કેન્દ્રીય કર્મચારીઓ આનંદો, મોંઘવારી ભથ્થામાં વધારો

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

DA Hike : કેન્દ્રીય કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. કેન્દ્ર સરકાર દ્વારા કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો – ફૂટબોલના એક ગુમનામ નાયકની કહાની ‘મેદાન’, જુઓ ટ્રેલર

PIC – Social Media

કેન્દ્ર સરકાર દ્વારા કેન્દ્રીય કર્મચારીઓના હિતમાં મહત્વનો નિર્ણય લીધો છે. જી હા મોદી સરકાર દ્વારા કેબિનેટ મિટિંગમાં ડીએમાં 4 ટકાના વધારાને મંજુરી આપી દીધી છે. આ ડીએનો વધારો 1 જાન્યુઆરી, 2024થી લાગુ થશે. તેનો સીધો ફાયદો કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનધારકોને થશે. આ વધારા બાદ કેન્દ્રીય કર્મચારીઓનો કુલ DA વધીને 50 ટકા થઈ ગયો છે જે પહેલા 46 ટકા હતો. આ વધારો 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણોના આધારે મંજૂર ફોર્મ્યુલા મુજબ છે. ડીએમાં છેલ્લો વધારો સરકારે ઓક્ટોબર 2023માં કર્યો હતો. તે સમયે પણ સરકાર દ્વારા ડીએમાં માત્ર 4 ટકાનો વધારો કરવામાં આવ્યો હતો.