Mamata Banerjee : પૂર્વ ટીએમસી નેતા શાહજહાં શેખના ઠેકાણાઓ પર થયેલી તપાસ કાર્યવાહી પર મમતા બેનર્જીએ કેન્દ્ર પર નિશાન સાધ્યું છે. તેઓએ નોકરી અને અન્ય મુદ્દાઓને લઈ કેન્દ્ર પર સવાલો ઉઠાવ્યાં છે.
આ પણ વાંચો – બીજેપી સંવિધાન બદલાવી લોકોને અધિકારોથી વંચિત કરશે : પ્રિયંકા ગાંધી
Mamata Banerjee : લોકસભા ચુંટણીના બીજા તબક્કામાં મતદાન બાદ તૃણમુલ કોંગ્રેસ ચીફ અને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કેન્દ્રની મોદી સરકાર અને કેન્દ્રીય તપાસ એજન્સી પર આકરા પ્રહારો કર્યાં છે. કેન્દ્ર સરકાર પર એનએસજીના દુરુપયોગનો આરોપ લગાવતા તેઓએ કહ્યું, કે અહી જો બંગાળમાં જો એક ચોકલેટ બોમ્બ પણ ફૂટે તો સીબીઆઈ, એનાઈએ અને એનએસજીને મોકલી દેવામાં આવે છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
એવું લાગે છે કે બંગાળમાં યુદ્ધ હોય
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીએ કહ્યું, “એવું લાગે છે અહીં કોઈ યુદ્ધ ચાલી રહ્યું હોય. કેન્દ્રનો એકતરફી દ્રષ્ટિકોણ છે કેમ કે રાજ્ય પોલીસને જાણ પણ કરવામાં આવતી નથી.” સંદેશખાલીમાં પૂર્વ ટીએમસી નેતા શાહજહા શેખના ઠેકાણાઓ પર શુક્રવારે (26 એપ્રિલ) સીબીઆઈએ દરોડા પડ્યા હતા. જેમાં વિદેશી હથિયાર સહિત વિસ્ફોટક સામાન જપ્ત કરવામાં આવ્યો હતો.
કોઈ નથી જાણતુ ક્યાંથી જપ્ત થયો સામાન
સંદેશખાલીમાં જપ્ત હથિયારોને લઈ મમતા બેનર્જીએ કહ્યું, “કોઈ નથી જાણતુ કે તે સામાન ક્યાંથી જપ્ત કરવામાં આવ્યો હતો. કદાચ તે સામાન તેઓ ખુદ પોતાની ગાડીમાં લાવ્યાં હશે અને તેને જપ્ત હથિયારો તરીકે રજી કર્યાં હોય. મે તો આજે પણ સાંભળ્યું છે કે એક બીજેપી નેતાના ઘરમાં બોમ્બ રાખ્યા હતા. તેઓ વિચારી રહ્યાં છે કે નોકરીઓ રદ્દ કરીને અને બોમ્બ ફોડીને તે જીતી શકે છે. અમે લોકો માટે રોટી, કપડા, મકાન અને નોકરીઓ ઇચ્છીએ છીએ. તેના મોટા મોટા ભાષણ નહિ.”
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
શાહજહાના અનેક ઠેકાણાઓ પર થઈ કાર્યવાહી
સીબીઆઈ એ ટીએમસીના પૂર્વ નેતા શાહજહા શેખના ઘણાં ઠેકાણાઓ પર દરોડા પાડ્યા હતા. અધિકારીઓએ જણાવ્યું કે તૃણમુલ કોંગ્રેસના પૂર્વ નેતા શાહજહા શેખના સમર્થકો તરફથી ઈડીની ટીમ પર હુમલાની ઘટનાને લઈ દરોડા પડ્યાં હતા. ન્યુઝ એજન્સી પીટીઆઈના અહેવાલ અનુસાર એક અધિકારીએ કહ્યું, અમને મોટી સંખ્યામાં હથિયાર, ગોળા બારુદ અને વિસ્ફોટકો ભેગા કરી રાખ્યા હોવાની માહિતી મળી હતી.