Child Trafficking : દિલ્હીમાં CBI દ્વારા પાડવામાં આવેલા દરોડામાં માનવ તસ્કરી કરનાર ગેંગનો પર્દાફાશ કર્યો છે. સીબીઆઈની ટીમે 7-8 બાળકોનું રેસ્ક્યુ પણ કર્યું છે. આ ઘટના બાદ દિલ્હી-એનસીઆરમાંથી (Delhi NCR) એક આરોપીની પણ ધરપકડ કરી છે. શુક્રવારથી રેડ પાડવાની કામગીરી શરુ છે. જણાવામાં આવી રહ્યું છે, હોસ્પિટલમાંથી નવજાત બાળકોની ચોરી કરવામાં આવતી હતી.
આ પણ વાંચો – પશ્ચિમ બંગાળમાં NIA ટીમ પર હુમલો, વાહનોના કાચ તોડ્યા
Child Trafficking : માનવ તસ્કરી કેસમાં દિલ્હીના કેશવ પુરમ વિસ્તારમાં સીબીઆઈ દ્વારા રેડ પાડવામાં આવી છે. શુક્રવારથી અહી સીબીઆઇ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. રેડ દરમિયાન સીબીઆઈની ટીમને એક ઘરમાં બે નવજાત બાળક (New Born Baby) મળી આવ્યાં છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
પ્રાથમિક તપાસમાં કેસ નવાજાત બાળકોની ખરીદ-વેચાણ સાથે જોડાયેલો હોય તેમ લાગી રહ્યું છે. હાલ સીબીઆઈ આ મામલે બાળકોને વેચનાર મહિલા અને ખરીદનાર વ્યક્તની પૂછપરછ કરી રહી છે. રેડ દરમિયાન કેશવ પુરમ પોલીસ સ્ટેશનના પોલીસ પણ ઘટનાસ્થળે હાજર છે. જણાવાઇ રહ્યું છે, માનવ તસ્કરી કરતા આ ગેંગના લોકો હોસ્પિટલમાંથી નવજાત બાળકોની ચોરી કરતા હતા.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ચાઇલ્ડ ટ્રાફિકિંગના (Child Trafficking) આ કેસમાં સીબીઆઈ દ્વારા 7-8 નવજાત બાળકોનું રેસ્ક્યુ (Rescue) કરવામાં આવ્યું છે. સાથે જ બાળકોની લે-વેચ કરતા કેટલાક લોકોને દિલ્હી એનસીઆરમાંથી ઝડપી પાડવામાં આવ્યાં છે. ધરપકડ કરાયેલા લોકોમાં હોસ્પિટલના વોર્ડ બોય સહિત કેટલીક મહિલાઓ અને પુરુષો પણ સામેલ છે.