Home Loan: પોતાના ઘરના ઘરનું સપનું જોતા લોકો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. હવે મકાન ખરીદવું વધુ સરળ બનશે કેમ કે, હોમ લોન પર વ્યાજ (Interest) ચૂકવવું પડશે નહિ. આ માટે કેન્દ્ર સરકાર તરફથી મોટી યોજના (Big Plan) અમલમાં આવી શકે છે. જેમાં ઘર ખરીદનારને મોટી રાહત મળશે.
આ પણ વાંચો : Unique Village : ગુજરાતનું મિનિ આફ્રિકા જોયું છે?
લોન પર વ્યાજમાં મળશે રાહત
આપને જણાવી દઈએ કે, પીએમ મોદીએ લાલ કિલ્લા પર પોતાના સંબોધનમાં કહ્યું, હતુ કે મધ્યમવર્ગીય પરિવારોનું શહેરમાં ઘર લેવાનું સપનું હોય છે. કેન્દ્રીય આવાસ તેમજ શહેરી વિકાસ મંત્રી હરદીપ સિંહ પુરીએ જણાવ્યું કે, શહેરમાં ઘર ખરીદવાનું સપનું જોતા લોકોને હોમ લોન પર વ્યાજને લઈ રાહત આપવાની યોજના બનાવવામાં આવી રહી છે. આ યોજના પર હાલ કામ કરવામાં આવી રહ્યું છે. આ સરકારી યોજના અંતર્ગત હવે ગ્રાહકને હોમ લોન પર વ્યાજમાંથી રાહત મળશે.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
ટૂંક સમયમાં જ લાગુ થશે યોજના
કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયના સચિવ મનોજ જોશીએ જણાવ્યું, કે શહેરોમાં ઘર ખરીદવાનું સપનું જોઈ રહેલા લોકોને લોન પર વ્યાજમાં રાહત આપવાની યોજના જલ્દી જ લોન્ચ કરવામાં આવશે.
આ પણ વાંચો : સૌરાષ્ટ્રનું પાટનગર બન્યું કાશ્મીર, જ્યાં જુઓ ત્યાં બરફ જ બરફ
મધ્મયવર્ગીય પરિવારો માટે થઈ ઘોષણા
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સ્વતંત્રતા દિવસ પર પોતાના ભાષણમાં શહેરોમાં રહેતા મધ્યમવર્ગીય પરિવારો માટે યોજનાની જાહેરાત કરી હતી. જે લોકો પાસે ઘરનું ઘર નથી. તેઓ પણ સરળતાથી પોતાનું ઘર લઈ શકશે. આ યોજનાથી લોન પર વ્યાજમાંથી મુક્તિ મળશે. તેની સાથે જ તમારે માત્ર લોનની રકમ જ ચુકવવી પડશે, વ્યાજ ચૂકવવું પડશે નહિ.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
આ લોકોને મળશે વ્યાજમાંથી રાહત
કેન્દ્રીય આવાસ અને શહેરી વિકાસ મંત્રાલયના સચિવે જણાવ્યું છે, કે અમે ભાડે રહેતા લોકો, ગેરકાયદે ઝુપરપટ્ટીમાં રહેતા પરિવારોને પોતાનું ઘર બનાવવા માટે બેન્ક લોન પર વ્યાજમાં રાહત આપવાનો નિર્ણય લીધો છે.