Budget 2024: નાણાં મંત્રી નિર્મલા સિતારમણે સૌથી લાંબા સમય સુધી બજેટ ભાષણનો રેકોર્ડ (Record of budget speech) બનાવ્યો છે. તેઓએ વર્ષ 2020માં સૌથી લાંબું બજેટ ભાષણ 2.48 કલાક સુધી આપ્યું હતુ.
આ પણ વાંચો : FasTag વપરાશકર્તાઓ માટે રાહતના સમાચાર
Budget 2024: નાણાં મંત્રી નિર્મલા સિતારમણ (Nirmala Sitharaman) એ આજે સંસદમાં નાણાકીય વર્ષ 2024-25 માટે સામાન્ય બજેટ રજૂ કર્યું. નાણા મંત્રીએ આ બજેટમાં સામાન્ય નાગરિકો માટે કેટલીય મોટી જાહેરાતો કરી. નિર્મલા સિતારમણના બજેટ ભાષણમાં (Nirmala Sitharaman’s budget speech) ખાસ જાહેરાતોને લઈ લોકોની નજર બજેટ સ્પીચ પણ હતી. કેમ કે નિર્મલા સિતારમણના નામે અત્યાર સુધી સૌથી લાંબા બજેટ સ્પીચનો રેકોર્ડ છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
નાણા મંત્રી નિર્મલા સિતારમણે (Finance Minister Nirmala Sitharaman) વર્ષ 2020માં સૌથી લાંબા સમય માટે બજેટ ભાષણ આપ્યું હતુ. જે એક બોલીવૂડ ફિલ્મ કરતા પણ લાંબુ હતુ. તેઓએ લોકસભામાં 2.42 કલાકનું બજેટ ભાષણ આપ્યું હતુ. જો કે ત્યાર બાદ તેની બજેટ સ્પીચની ટાઇમિંગમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. આજે પણ તે રેકોર્ડ તૂટ્યો નથી. મોદી સરકારના વચગાળાના બજેટ 2024માં નિર્મલા સિતારમણે પોતાનું ભાષણ 60 મિનિટમાં પૂરુ કર્યું.
ગત વર્ષે નાણા મંત્રી નિર્મલા સિતારમણે મોદી સરકારના આ કાર્યકાળનું અંતિમ બજેટ કર્યું હતુ. આ સામાન્ય બજેટ ભાષણનો સમય 1 કલાક 25 મિનિટનો હતો. જ્યારે નાણાકિય વર્ષ 2022-23નું બજેટ રજૂ કરવામાં તેઓને 1 કલાક 31 મિનિટનો સમય લાગ્યો હતો. તે સિવાય, તેઓએ વર્ષ 2019માં તેઓએ પોતાની બજેટ સ્પીચ 2 કલાાક 17 મિનિટમાં પૂરી કરી હતી. નિર્મલા સિતારમણે વર્ષ 2020માં પૂર્વ નાણા મંત્રી જશવંત સિંહનો 2003નો રેકોર્ડ તોડતા 2 કલાક 42 મિનિટનું સૌથી લાંબુ બજેટ ભાષણ આપ્યું હતુ.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
જશવંત સિંહે પણ બનાવ્યો હતો રેકોર્ડ
નિર્મલા સિતારમણ પહેલા જશવંત સિંહ (Jaswant Singh)ના નામે સૌથી લાંબા બજેટ ભાષણ આપવાનો રેકોર્ડ હતો. વર્ષ 2003માં તત્કાલિન નાણા મંત્રી જશવંત સિંહે 2 કલાક 13 મિનિટનું બજેટ ભાષણ આપ્યું હતુ. સામાન્ય બજેટ રજૂ કરતા જશવંત સિંહે આ રેકોર્ડ બનાવ્યો હતો. જેને 2020માં નિર્મલા સિતારમણે તોડ્યો હતો.
સૌથી વધુ વાર કોણે રજુ કર્યુ બજેટ
સૌથી વધુ વાર બજેટ રજુ કરવાનો રેકોર્ડ મોરારજી દેસાઈના નામે છે. તેઓએ અત્યાર સુધીમાં સૌથી વધુવાર ભારતનું બજેટ નાણા મંત્રીના રૂપે 10 વાર રજૂ કર્યું છે. જેમાં આઠવાર પૂર્ણ સામાન્ય બજેટ અને બે વાર વચગાળાનું બજેટનો સમાવેશ થાય છે. જ્યારે મોરારજી દેસાઈ બાદ સૌથી વધુ નવ વાર બજેટ યુપીએ સરકારના નાણા મંત્રી પી. ચિદંબરમનું નામ આવે છે. તે સિવાય પ્રણવ મુખર્જી અને યશવંત સિન્હાએ 8-8 વાર બજેટ રજૂ કર્યું હતુ. પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ પણ છ વાર બજેટ રજૂ કરી ચૂક્યાં છે.