Limbdi Double Murder Case : લિંબડી ડબલ મર્ડર કેસમાં મોટો વળાંક આવ્યો છે. લિંબડીના ભીમનાથ સોસાયટીમાં વહેલી સવારે એક મકાનમાંથી માતા અને પુત્રના મૃતદેહ મળી આવ્યા હતા. આ મામલે પોલીસે મોટો ધડાકો કર્યો છે.
આ પણ વાંચો : બજેટના દિવસે દેશમાં લાગુ થશે આ મોટા ફેરફાર
Limbdi Double Murder Case : સુરેન્દ્રનગરના લિંબડી ખાતે થયેલા ડબલ મર્ડર કેસને લઈ ચોંકાવનારો ખુલાસો થયો છે. માતા પુત્રની હત્યા ખુદ તેમના પતિએ જ કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થતા ચકચાર મચી ગઈ છે. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી ચિરાગને પોતાની પત્ની અને પુત્ર ગમતા ન હોવાથી લાંબા સયમથી ઘરમાં કલેશ ચાલી રહ્યો હતો. અંતે 30 જાન્યુઆરીના રોજ ચિરાગ પોતાની પત્ની સોનલબેન અને 11 વર્ષના પુત્રની હત્યા કરી ફરાર થઈ ગયો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
મળતી માહિતી અનુસાર, લિંબડીના ભલગામડા ગેટ પાસે ભીમનાથ સોસાયટીમાં રહેતા ચિરાગ પટેલના લગ્ન અગાઉ પરપ્રાંતિય યુવતી સાથે થયા હતા. બંનેને એકબીજા સાથે ન બનતા તેઓ 6 મહિનામાં જ છૂટા પડ્યાં હતા. બાદમાં ચિરાગના લગ્ન સોનલબેન બારોટ સાથે થયા હતા. જેની સાથે આંગળિયાત પુત્ર પણ હતો. બંનેને ત્યાં પોતાના લગ્ન જીવન દરમિયાન રુચિત નામના પુત્રનો જન્મ થયો હતો. સુખથી ચાલતા ઘર સંસારમાં ખટરાગ શરૂ થયો. અંતે 30 જાન્યુઆરીએ સોનલ અને તેના પુત્ર કિશનનો મૃતદેહ તેના જ મકાનમાંથી મળી આવ્યો હતો. આ અંગે જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી માતા પુત્રના મૃત દેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડ્યાં હતા. માતા પુત્રના મૃતદેહ બાદ પણ પરિણિતાનો પતિ લાપતા હોવાથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી હતી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
બનાવની જાણ થતા મૃતક સોનલબેનનો પરિવાર લિંબડી ખાતે દોડી આવ્યો હતો. અહીં તેઓએ લાશ સ્વીકારવાનો ઇનકાર કરી દીધો હતો. પરિવારજનોએ જમાઈ ચિરાગ પટેલ પર હત્યાનો આરોપ લગાવ્યો હતો.