Relief to Indian soldiers in Qatar : કતારમાં 8 પૂર્વ ભારતીય સૈનિકોની (Indian soldiers) સજા પર રોક લગાવામાં આવી છે. ગત વર્ષે કતારમાંથી ધરપકડ કરાયેલા 8 પૂર્વ ભારતીય નેવી ઓફિસરોને કતાર (Qatar)ની એક અદાલતે મૃત્યુદંડની સફા ફટાકરી હતી. અદાલતના આ નિર્ણય પર ભારત સરકારે અપીલ કરી હતી.
આ પણ વાંચો : Bhavnagar : સિહોરમાં રોલિંગ મિલમાં થયો ભીષણ બ્લાસ્ટ, 2ના મોત
કતાર (Qatar)માં મૃત્યુદંડની સજા પામેલા આઠ ભૂતપૂર્વ ભારતીય નેવી જવાનોને ગુરુવારે (28 ડિસેમ્બર) મોટી રાહત મળી છે. ભારત સરકારની અપીલ પર તમામ આઠ લોકોની ફાંસીની સજા પર રોક લગાવવામાં આવી છે. વિદેશ મંત્રાલયે કહ્યું કે તેણે આ મામલે કતારની કોર્ટનો સંપર્ક કર્યો છે. સુનાવણી દરમિયાન કોર્ટે સજામાં ઘટાડો કર્યો હતો.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
વિદેશ મંત્રાલયે કહ્યું, “વિગતવાર નિર્ણયની નકલની રાહ જોવાઈ રહી છે.” અમારી કાનૂની ટીમ આગામી પગલાઓ અંગે આઠ ભારતીયોના પરિવારના સંપર્કમાં છે. સુનાવણી દરમિયાન રાજદૂતો અને અધિકારીઓ કોર્ટમાં હાજર હતા.
મંત્રાલયે વધુમાં કહ્યું કે અમે શરૂઆતથી જ આઠ લોકોના પરિવાર સાથે ઉભા છીએ. મામલાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને તેના વિશે વધુ બોલવું અમારા માટે યોગ્ય રહેશે નહીં. અમે સતત કતાર પ્રશાસન સાથે આ મામલો ઉઠાવતા આવ્યા છીએ અને આગળ પણ કરીશું.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
કોણ છે આઠ ભારતીયો?
ભારતીય નૌકાદળના આઠ ભૂતપૂર્વ જવાનોની ઓળખ કેપ્ટન નવતેજ સિંહ ગિલ, કેપ્ટન બિરેન્દ્ર કુમાર વર્મા, કેપ્ટન સૌરભ વશિષ્ઠ, કમાન્ડર અમિત નાગપાલ, કમાન્ડર પૂર્ણેન્દુ તિવારી, કમાન્ડર સુગુનાકર પાકલા, કમાન્ડર સંજીવ ગુપ્તા અને નાવિક રાગેશ ગોપાકુમાર તરીકે કરવામાં આવી છે.
શું છે આરોપ?
કતાર સ્થિત અલ દહરા કંપનીમાં કામ કરતા આઠ ભારતીયો પર કથિત રીતે જાસૂસી કરવાનો આરોપ છે. જોકે સત્તાવાર રીતે કતારે આરોપો અંગે કંઈ કહ્યું નથી.