ગુજરાત સરકાર દ્વારા 4 હજારથી વધુ ગ્રાહક ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો
ગ્રાહક અધિકારોની જાગૃતિ માટે રાજ્ય સરકાર દ્વારા 1468 સેમિનાર આયોજિત કરવામાં આવ્યા
રાજ્યમાં 2000 સ્કૂલ અને 500 કૉલેજ કન્ઝ્યુમર ક્લબની રચના
CAPU-હેલ્પલાઇન પર રાજ્યભરના ગ્રાહકોની ફરિયાદોનો ઉકેલ આવશે
Consumer Helpline No : રાજ્ય સરકારે ગ્રાહકોની સુરક્ષા તથા તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવા માટે અનેકવિધ પગલાં ભર્યા છે. આ પગલા હેઠળ રાજ્યમાં 4 હજારથી વધુ ગ્રાહકોની વિવિધ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે.
આ પણ વાંચો : NOKIA કરશે જોરદાર કમબેક, ચાલુ વર્ષે 17 ફોન કરશે લોન્ચ
Consumer Helpline No : રાજ્ય સરકારે ગ્રાહકોની સુરક્ષા (Consumer Protection) તથા તેમના અધિકારો પ્રત્યે જાગૃતિ લાવવા માટે અનેકવિધ પગલાં ભર્યા છે. આ પગલા હેઠળ રાજ્યમાં 4 હજારથી વધુ ગ્રાહકોની વિવિધ ફરિયાદોનો નિકાલ કરવામાં આવ્યો છે. રાજ્ય સરકાર માર્ચ-2024 સુધી ગ્રાહક જાગૃતિ અને સુરક્ષા એકમ (CAPU) તથા તેની અંદર સમાવિષ્ટ કન્ઝ્યુમર હેલ્પલાઇન નંબર (Consumer Helpline No) શરૂ કરવા જઈ રહી છે. જે થકી રાજ્યભરના ગ્રાહકોની ફરિયાદોનો ઉકેલ લાવવામાં આવશે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
મળતી માહિતી મુજબ, રાજ્યની ગ્રાહક સુરક્ષા નિયામક કચેરી ગ્રાહકોના અધિકારોની સુરક્ષા તેમજ જાગૃતિ માટે વિવિધ સહાયકારી કામગીરી કરી રહી છે. આ કામગીરી હેઠળ ગ્રાહક સુરક્ષા નિયામકની કચેરી દ્વારા અત્યાર સુધી 112 જેટલી ગ્રાહક ફરિયાદોનું ઓફલાઇન નિરાકરણ કરવામાં આવ્યું છે, તેમજ ઈ-ગ્રામ પોર્ટલના માધ્યમથી આવેલ 568 જેટલી ગ્રાહકોની ફરિયાદોનું નિરાકરણ લાવવામાં આવ્યું છે.
ગ્રાહકોના હિત, રક્ષણ અને જાગૃતિ માટે પ્રદર્શન, સેમિનાર, શિબિરો યોજીને, તેમને યોગ્ય માર્ગદર્શન પૂરું પાડવામાં આવે છે. આ અંતર્ગત ગ્રાહક જાગૃતિનો ફેલાવો છેવાડાના માનવી સુધી પહોંચાડવા કુલ 4500 ગ્રાહક જાગૃતિ વિષયક રંગીન કૅલેન્ડરની રાજ્યભરમાં ફાળવણી કરવામાં આવી હતી. આ ઉપરાંત, ગ્રાહક જાગૃતિ માટે સ્કૂલ-કૉલેજોમાં ગ્રાહક ક્લબની સ્થાપના પણ કરવામાં આવી છે, જેમાં સંકલન એજન્સી તરીકે માન્ય ગ્રાહક મંડળ કામગીરી કરી રહ્યું છે. અત્યાર સુધી કુલ 2 હજાર શાળા કન્ઝ્યુમર્સ ક્લબ તથા 500 કૉલેજ કન્ઝ્યુમર્સ ક્લબની રચના કરવામાં આવી છે. તેના માટે ક્લબ દીઠ રૂ. 1000ની નાણા-સહાય સંકલન એજન્સી તરીકે નિમણૂંક કરેલ માન્ય મંડળને તેમજ રૂ. 4000ની સહાય સંબંધિત શાળા/કોલેજને ફાળવવામાં આવી છે. દર વર્ષે 2000 ક્લબ માટે દરેક જિલ્લામાં શાળા-કોલેજ તેમજ મંડળોને આધારે રૂ. 125 લાખ ફાળવવામાં આવે છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
રાજ્યમાં ગ્રાહકોના માર્ગદર્શન તથા તેમની ફરિયાદોના નિકાલમાં મદદરૂપ થવા માટે ગ્રાહક શિક્ષણ અને સંશોધન કેન્દ્ર, અમદાવાદ ખાતે ટોલ-ફ્રી સ્ટેટ કન્ઝ્યુમર હેલ્પલાઇન નં- 1800-233-0222 કાર્યાન્વિત છે, જ્યાંથી ગ્રાહકો તેમની ફરિયાદો તથા તેના નિરાકરણ બાબતે માર્ગદર્શન મેળવે છે. આ હેલ્પલાઇન વડે અલગ-અલગ ક્ષેત્રોને લગતી અંદાજે 4589 જેટલી ગ્રાહક સુરક્ષાની ફરિયાદો અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું છે. આ કામગીરી માટે સીઈઆરસીને રૂ.12 લાખની નાણા-સહાય ચૂકવવામાં આવે છે.
આ પણ વાંચો : ઓટો મેન્યુફેક્ચરિંગને લઈ નિતિન ગડકરીએ આપ્યું મોટુ નિવેદન
સરકાર માન્ય ગ્રાહક સુરક્ષા મંડળો દ્વારા અત્યારસુધીમાં ગ્રાહક અધિકારોની જાગૃતિ માટે 218 શિબિર, 338 સેમિનાર, 912 માહિતી સેન્ટર અને 335 ગ્રામ શેરીસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે જ, તેના પ્રચાર-પ્રસાર માટે, 2,18,968 ગ્રાહક જાગૃતિ પત્રિકાનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત, 83,016 મૅગેઝીન, 2,256 પ્રેસનોટ પણ રીલીઝ કરવામાં આવી હતી. આ કાર્યક્રમોમાં અંદાજે 3,27,222 ગ્રાહકોએ લાભ લીધો હતો.