Shivangee R Khabri Media Gujarat
Digital Savings Bank : ભાવનગરની અજબ ભણતર આપતી ગજબ પ્રાથમિક શાળા, બાળકો શીખે છે આર્થિક વ્યવહારના પાઠ
મસમોટી રકમ ભરીને શિક્ષણ મેળવતા બાળકોને આર્થિક વ્યવહારનું પ્રેક્ટિકલ શિક્ષણ મળતું નથી. પરંતુ ભાવનગર જિલ્લાના એક ગામની પ્રાથમિક શાળામાં અભ્યાસ સાથે આર્થિક વ્યવહાર શીખવવામાં આવે છે. બાળકોના પોકેટ મનીમાંથી બચત કરવામાં આવી રહી છે. આ ડિજિટલ બેંક હોવાથી જમા ઉપાડનો હિસાબ માત્ર વાલીઓને મોબાઈલમાં જ મળી રહે છે. જુઓ આ અજબ ભણતર આપતી ગજબ શાળા વિશે ETV BHARAT ના ખાસ અહેવાલમાં…
બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના હડાદ ગામની પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓ માટે પ્રયોગ કર્યો છે. વિદ્યયાર્થીઓ માટે શાળામાં જ બેંકની સુવિધા શરુ કરવામાં આવી છે. જેથી બાળકો જંક ફુડ ખાવાનું ટાળે અને બચતનો પાઠ શિખવે. આ સાથે જ બેંકમાં કેવી રીતે ઉપાડ – જમાના વ્યવહાર કરવામાં આવે છે. તે પણ શિખે.
ઉપાડ-જમા કરવવા માટે સ્લિપનો થાય છે ઉપયોગ
અત્યાર સુધીમાં 110 વિદ્યાર્થીઓએ બાળકોની બેંકમાં પોતાના ખાતા ખોલાવ્યા છે. અને દરરોજ ઘરેથી અપાતા નાણા હડાદની શાળાની બેંકમાં જમા થાય છે. બાળકોએ જમા કરાવેલી રકમ 20 હજાર જેટલી થઈ ગઈ છે. જ્યારે ખાતાદાર વિદ્યાર્થીઓએ 4 હજાર જેટલી રકમ ઉપાડેલી છે.
READ: ધનતેરસ-દિવાળી પર આપણે કુબેરની પૂજા શા માટે કરવી જોઈએ? ચમત્કારિક મંત્ર જાણો
બેંકમાં જે પ્રકારની સિસ્ટમ હોય તેવી રીતે જ અહીં બેંકનું સંચાલન કરવામાં આવે છે. ડિપોઝિટ અને ઉપાડ માટે સ્લિપ આપવામાં આવે છે.બચત રૂપે બેંકમાં જમા કરાવેલા નાણાનો ઉપયોગ વિદ્યાર્થીઓ સ્ટેશનરીનો સામાન, પ્રવાસ ફી વગેરે માટે કરી શકે છે.
શાળાના આચર્યે પણ આ પહેલને આવકારી અને કહ્યું કે બાળકોમાં બચતની ભાવના વિકસે તે જરૂરી છે. એકઠા થયેલા નાણાનો ઉપયોગ પોતાના ભવિષ્ય અને શિક્ષણ પાછળ કરશે.