Gujarat University Attack : અમદાવાદમાં આવેલી ગુજરાત યુનિવર્સિટી ફરી વિવાદોમાં આવી છે. અહીં બે વિદ્યાર્થી જૂથો વચ્ચે મારામારીની ઘટના સામે આવતા પોલીસ દોડતી થઈ ગઈ હતી.
આ પણ વાંચો – શા માટે ઉજવાય છે હોળાષ્ટક? હોળાષ્ટકમાં કરો આટલુ કામ
Gujarat University Attack : અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં આવેલ વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં શનિવારે સાંજે ઉઝબેકિસ્તાન, સાઉથ આફ્રિકા અને શ્રીલંકાનાં વિદ્યાર્થીઓ રમઝાન માસની નમાઝ પઢી રહ્યા હતા. તે દરમિયાન અચાનક કેટલાક સ્થાનિક લોકો હોસ્ટેલમાં પ્રવેશ કરી સૂત્રોચ્ચાર કર્યા હતા. એટલુ જ નહિ હોસ્ટેલ કેમ્પસમાં પથ્થરમારો કરી વાહનોમાં તોડફોડ કરી હતી. હુમલો થતા વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ ફેલાઇ ગયો હતો.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર શનિવારે મોડી રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં આવેલી વિદેશી વિદ્યાર્થીઓની હોસ્ટેલમાં કેટલાક અસામાજિક તત્વોએ પથ્થરમારો કરી હોસ્ટેલમાં પડેલા વાહનોમાં તોડફોડ કરી હતી. જોતજોતામાં મામલો મારામારી સુધી પહોંચી ગયો હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત વિદ્યાર્થીઓને સારવાર માટે એસવીપી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યાં હતા. ઘટનાની જાણ થતા પોલીસ તાત્કાલિક ગુજરાત યુનિવર્સિટી ખાતે દોડી ગઈ હતી અને મામલો થાળે પાડ્યો હતો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
ઘટના અંગે ગુજરાત યુનિવર્સિટી પોલીસ સ્ટેશનનાં પી.આઈ. એસ.આર.બાવાએ જણાવ્યું હતું કે, ગુજરાત યુનિવર્સિટીમાં બબાલ થયાનાં સમાચાર મળતા પોલીસની ટીમ તાત્કાલીક ઘટનાં સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી. તેમજ ઈજાગ્રસ્ત વિદ્યાર્થીઓની પૂછપરછ હાથ ધરી હતી. ક્યાં કારણે આ સમગ્ર બોલાચાલી થવા પામી તે બાબતે તપાસ હાથ ધરી છે. તેમજ આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.