Supreme Court Verdict On Artical 370 : સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. 5 ઓગસ્ટ 2019માં મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 હટાવ્યો હતો અને રાજ્યને 2 ભાગોમાં જમ્મુ કાશ્મીર અને લદ્દાખમાં વહેંચી બંનેને કેન્દ્ર શાસિત પ્રદેશ બનાવી દીધા હતા.
આ પણ વાંચો : શેર બજારમાં ઐતિહાસિક ઉછાળો, સેન્સેક્સ પ્રથમવાર 70,000ને પાર
સુપ્રીમ કોર્ટ તરફથી સોમવારે મોદી સરકારને મોટી રાહત મળી છે. સુપ્રીમ કોર્ટે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને હટાવવાના નિર્ણયને યથાવત રાખ્યો છે. સીજેઆઈ ડીવાઈ ચંદ્રચૂડે કહ્યું, જમ્મુ કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. તેની કોઈ આંતરિક સંપ્રભુતા નથી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
5 ઓગસ્ટ, 2019માં મોદી સરકારે જમ્મુ કાશ્મીરમાંથી અનુચ્છેદ 370ને હટાવ્યો હતો. સાથે જ રાજ્યના 2 ભાગ કરી, જમ્મુ કાશ્મીર અને લદ્દાખને કેદ્ર શાસિત પ્રદેશ બનાવી દીધા હતા. કેન્દ્ર સરકારના આ નિર્ણય વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં 23 અરજીઓ આપવામાં આવી હતી. તમામ અરજીનોને સાંભળ્યા બાદ સપ્ટેમ્બરમાં કોર્ટે નિર્ણયને સુરક્ષિત રાખ્યો હતો. 370 હટાવ્યાના 4 વર્ષ, 4 મહિના અને 6 દિવસ બાદ આજે સુપ્રીમ કોર્ટમાં પાંચ જજ જસ્ટિસ ડીવાઈ ચંદ્રચૂડ, જસ્ટિસ સંજય કિશન કૌલ, જસ્ટિસ સંજીવ ખન્ના, જસ્ટિસ બીઆર ગવઈ અને જસ્ટિસ સૂર્યકાંતની બેંચે ચુકાદો આપ્યો હતો.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
સુપ્રીમ કોર્ટના નિર્ણયના મુખ્ય મુદ્દાઓ
રાષ્ટ્રપતિને આર્ટિકલ 370 હટાવવાનો હક છે. આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય બંધારણીય રીતે યોગ્ય હતો.
બંધારણની તમામ જોગવાઈઓ જમ્મુ અને કાશ્મીરને લાગુ પડે છે. આ નિર્ણય જમ્મુ-કાશ્મીરના એકીકરણ માટે હતો.
કલમ 370 હટાવવામાં કોઈ દ્વેષ નહોતો.
જમ્મુ-કાશ્મીરમાં વહેલી ચૂંટણી માટે પગલાં લેવા જોઈએ. જમ્મુ-કાશ્મીરમાં 30 સપ્ટેમ્બર 2024 સુધીમાં ચૂંટણી કરવી જોઇએ.
કલમ 370 અસ્થાયી જોગવાઈ હતી. જમ્મુ કાશ્મીર ભારતનો અભિન્ન અંગ છે. જમ્મુ અને કાશ્મીરમાં કોઈ આંતરિક સાર્વભૌમત્વ નથી.
સુપ્રીમ કોર્ટે કહ્યું કે લદ્દાખને અલગ કરવાનો નિર્ણય યોગ્ય હતો.