RCBને વધુ એક ઝટકો, આ સ્ટાર ક્રિકેટરે લીધો બ્રેક

ખબરી ગુજરાત રાજકારણ
Spread the love

Glenn Maxwell : ગ્લેન મેક્સવેલે આરસીબીને કહ્યું છે, કે હવે સમય આવી ગયો છે કે મારી જગ્યાએ કોઈ અન્ય ખેલાડીને તક મળે. મેક્સવેલે ખુદ માનસિક અને શારિરીક રૂપે ફિટ રહેવા બ્રેક લીધો છે.

આ પણ વાંચો – UPSC CSE 2023નું પરિણામ જાહેર, જાણો કોણે મારી બાજી

PIC – Social Media

Glenn Maxwell : IPL 2024માં જીત માટે વલખા મારતી રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને મોટો ઝટકો લાગ્યો છે. ટીમના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે ક્રિકેટમાંથી બ્રેક લેવાનો નિર્ણય કર્યો છે. મેક્સવેલનું હવે આ સિઝનમાં રમવું ઘણું મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે. હૈદરાબાદ સામેની મેચ પહેલા મેક્સવેલે ખુદ આરસીબીના કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ અને કોચને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે મારી જગ્યાએ અન્ય ખેલાડીને તક આપવામાં આવે.

આરસીબીના સ્ટાર ઓલરાઉન્ડર ગ્લેન મેક્સવેલે બેટિંગમાં પોતાના ખરાબ ફોર્મને લઇ આઈપીએલમાંથી બ્રેક લેવાનો નિર્ણય લીધો છે. તેઓએ ફરી એકવાર મેન્ટલ હેલ્થનો હવાલો આપી ક્રિકેટમાંથી બ્રેક લીધો છે. આ પહેલા 2019માં પણ મેક્સવેલે મેન્ટલ હેલ્થને કારણે ક્રિકેટથી આશરે 6 મહિલા સુધી દુર રહ્યાં હતા.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

સનરાઇઝર્સ હૈદરાબાદ સામે સોમવારે આરસીબીએ મેચમાં મેક્સવેલનો પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ કર્યો નહોતો. તેનું કારણ મુંબઈ ઇન્ડિયન્સ સામે મેચ દરમિયાન આંગળી પર થયેલી ઈજાને દર્શાવાયું હતુ. જો કે મેક્સેવેલે ખુદ ટીમની બાહર હોવાની વાત સ્વીકારી હતી.

મેક્સવેલે મેચ પછી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું, તે નિર્ણય સહેલો નહોતો. હું છેલ્લા મેચ પછી કેપ્ટન ફાફ ડુપ્લેસી અને કોચની પાસે ગયો અને કહ્યું કે હવે સમય આવી ગયો છે કે મારી જગ્યાએ અન્ય ખેલાડીને તક આપવામાં આવે. પોતાને થોડો માનસિક અને શારીરિક આરામ આપવા સિવાય પોતાના શરીરને ફિટ રાખવાનો આ યોગ્ય સમય છે. જો ટૂર્નામેન્ટ દરમિયાન મને શામેલ કરવાની જરૂર પડે તો આશા છે કે હું માનસિક અને શારિરીક રૂપે મજબુત સ્થિતિમાં પરત આવી શકુ અને યોગ્ય પ્રભાવ પાડી શકુ.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

મેક્સવેલના કરિયરમાં આ બીજી વાર છે કે જ્યારે તે માનસિક અને શારિરીક ફિટનેસ માટે ક્રિકેટમાંથી બાહર રહેવાનો નિર્ણય કર્યો છે. મેક્સવેલે ઓક્ટોબર 2019માં પણ આવો જ એક બ્રેક લીધો હતો અને ત્યારે તેઓએ કહ્યું હતુ કે તેઓને માનસિક અને શારિરીક રૂપે આરામની જરૂર છે. ત્યાર બાદ થોડા મહિના પછી મેક્સવેલે વાપસી કરી હતી.

આઈપીએલની આ સિઝનમાં મેક્સવેલ છ મેચમાં બેટિંગ દ્વારા કોઈ મહત્વનું યોગદાન આપી શક્યો નથી. તેણે 94ની સ્ટ્રાઇક રેટથી માત્ર 32 રન બનાવ્યા છે. તેમાંથી 28 રન તો કોલકત્તા નાઇટ રાઇડર્સ સામે બનાવ્યા હતા.