Jagdish, Khabri Media Guajrat :
ભારતમાં કાળી ચૌદશને લઈ લોકોમાં અલગ અલગ માન્યતાઓ રહેલી છે. તંત્ર-મંત્ર, હોમ-હવન, પશુબલિ-નરબલિ, અઘોર પૂજા, તાંત્રિક વિધિ વગેરેને લઈ લોકોમાં અંધશ્રદ્ધાઓ વ્યાપક પ્રમાણમાં રહેલી હોય છે. માનસિક શાંતી, સ્વાસ્થ્યને લગતા લાભ અને ધન-દોલતની ચાહના માણસને રાક્ષસ બનાવી દે છે. તાંત્રિક વિધિની આવી જ એક ઘટના અમરેલીના બાબરામાં સામે આવી છે. જ્યાં કાળી ચૌદશના દિવસે ભુવાઓ દ્વારા બે પશુઓની બલિ આપી હોવાનું સામે આવતા ચકચાર મચી ગઈ છે.
આ પણ વાંચો : નવા નાસ્ત્રેદમસે કરી ડરામણી ભવિષ્યવાણી, જુઓ શું કહ્યું?
અમરેલીના બાબર પોલીસ સ્ટેશન પાછળ રહેતા તેમજ મેલડી માતાજીનું મંદિર બનાવી દોરા ધાગા અને દાણાં જોવાનું કામ કરતા રમેશ ભુવા સહિત 3 લોકોની પોલીસે ધરપકડ કરી છે. રમેશ વાડાદરાએ, અજય, અનિલ અને વિનુ સાથે મળી કાળી ચૌદશના રાત્રે 12 વાગ્યે બે બકરાની બલિ ચડાવી હોવાનું સામે આવતા વિજ્ઞાનજાથા અને પોલીસે તમામને પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
અત્યાર સુધીમાં 400 જેટલા પશુઓને બલિ ચડાવી
વિજ્ઞાનજાથાના જયંત પડ્યાંએ આ અંગે માહિતી આપતાં કહ્યું, કે બાબરા પોલીસ સ્ટેશનની હદમાં વાલ્મિકી વાસમાં માનતાના નામે બે બોકડાનો વધ કરવામાં આવ્યો. રમેશભાઈ ભુવા છેલ્લા દસ વર્ષથી લોકો સાથે શારિરીક, માનસિક અને આર્થિક છેતરપિંડીનું કામ કરતા હતા. તેમજ દાણાં અને દોરા ધાગાથી લોકોને ગુમરાહ કરવાનું કામ કરતા હતા. તેઓ આ માટે પશુબલિની માંગણી કરી લોકો પાસે 5થી માંડી 50 હજાર સુધીની ફી વસુલતા હતા. તેઓએ અત્યાર સુધીમાં 400 પશુઓની હત્યા કરી માનતાના નામે બલિ ચડાવી દીધી છે. આ હકીકત વિજ્ઞાનજાથાને મળતા તેઓને રંગે હાથે પકડી પાડ્યાં છે.
તેઓએ વધુમાં જણાવ્યું હતુ, કે 21મી સદીમાં માનતાના નામે પશુઓની હત્યા થવી ન જોઈએ. પશુઓની બલિ પર કાયદાકીય પ્રતિબંધ છે. તેના સામે ગુનો લાગુ પડે છે. તેથી માનતાના નામે પશુબલિ ન ચડે તે માટે વિજ્ઞાનજાથાએ લોકોને અપીલ કરી હતી.
આ પણ વાંચો : Uttarakhand : સુરંગ ધરાશાયી થતા 20 થી 25 મજૂરો ફસાયાની આશંકા
સાથે જ રમેશ ભુવાએ કબુલાત આપતા કહ્યું હતુ, કે હવે પછી અમે ક્યારેય પશુઓની હત્યા કરીશું નહિ અને મીઠી માનતા રાખીશુ. વિજ્ઞાનજાથા અને પોલીસની મદદથી સમગ્ર મામલો પ્રકાશમાં આવ્યો હતો. આ પરિવાર દ્વારા પશુબલિનો રિવાજ કાયમી ધોરણે બંધ કરવાનું ભલે જાહેર કરાયું હોય પરંતું સંબંધિત ગુનાઓની પોલીસ કાર્યવાહી કરી રહી છે. તેમજ મુંગા પશુઓની બલિ ચઢાવવા બાબતે વિવિધ કલમો લગાવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.