Jagdish, Khabri Media Gujarat
Reliance Jio અને Bharti Airtelના પ્રિપેડ પ્લાન્સ ઓછી કિંમતમાં વધુ ફાયદો આપવા માટે જાણીતા છે. હવે Airtelના પ્લાન સાથે ઓટીટીનો પણ લાભ મળી રહ્યો છે. કંપનીનો આ પહેલો અને એકમાત્ર પ્લાન છે જે નેટફ્લિક્સના સબ્સક્રિપ્શન સાથે આવે છે. 3 મહિનાના વેલિડિટીવાળા આ પ્લાનમાં ડેટા પણ વધુ મળે છે. તો આવો આ પ્લાન વિશે વધુ માહિતી મેળવીએ.
આ પણ વાંચો :કરોડોની સંપતિના માલિક છે મોહમ્મદ શમી, જાણો કેટલી છે નેટવર્થ
ટેલિકોમ ટોકના સમાચાર અનુસાર, Airtelના 1499 રૂપિયાવાળા પ્રિપેડ પ્લાનને પોર્ટફોલિયોમાં સામેલ કરવામાં આવ્યો છે. જો કે કંપનીએ આ પ્લાનની કોઈ ઘોષણા કરી નથી. આ પ્લાનને ગુપ્ત રીતે એપ અને વેબસાઈટ પર એડ કરવામાં આવ્યો છે. એટલે કે તમે આ પ્લાનનું રિચાર્જ કરી શકો છો. તો આવો જાણીએ કે આ પ્લાનમાં ક્યા ક્યા ફાયદાઓ મળી રહ્યાં છે.
આ પણ વાંચો : આરોગ્ય મંત્રાલય: ચીનમાં ફેલાઈ રહેલી રહસ્યમય બીમારી અને H9N2 પર બારીકાઈથી નજર રાખી રહ્યું છે ભારત
જો તમે એવો રિચાર્જ પ્લાન શોધી રહ્યાં છો, કે જે આપને ડેઈલી 3 જીબી ડેટા, અનલિમિટેડ વોઈસ કોલિંગ અને દૈનિક 100 એસએમએસ સાથે આવે, તો પ્લાન તમારા માટે જ છે. આ પ્લાન 84 દિવસની વેલિડિટી સાથે આવે છે. જેમાં અન્ય વધારાના લાભ પણ મળે છે. જેમાં નેટફ્લિક્સ બેઝિક, અનલિમિટેડ 5જી ડેટા, એપોલો 24X7 સર્કલ, ફ્રી હેલોટ્યુન, વિંક મ્યુઝિકનો સામાવેશ થાય છે.