Accident News : સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 3 લોકોના મોત થયા છે. કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાતા હાઇવે મોતની ચિંચિયારીઓથી ગુંજી ઉઠ્યો હતો. અકસ્માતને પગલે પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : “પ્રેગ્નેન્ટ કરો, લાખો કમાઓ”, જોબ ઓફરની હકીકત જાણીને ચક્રી ખાઈ જશો
Accident News : ગુજરાતમાં અકસ્માતની ઘટનામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. બેફામ ડ્રાઇવિંગ અને ડ્રાઇવિંગના નિયમોનું પાલન ન કરવાથી વાહન ચાલક અને નિર્દોષ રાહદારીઓના મોત થવાની ઘટના છાશવારે સામે આવતી રહેતી હોય છે. આજે સવારે સુરેન્દ્રનગરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં 3 લોકોના કમકમાટીભર્યા મોત નીપજ્યા છે. અકસ્માતની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી મૃતદેહોને પીએમ અર્થે ખસેડ્યા હતા.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
મળતી માહિતી અનુસાર સુરેન્દ્રનગરના મૂળી-સડલા રોડ પર ડમ્પર પાછળ કાર ઘૂસી ગઈ હતી. ટક્કર એટલી ભીષણ હતી કે કારનો બુકડો વળી ગયો હતો. અકસ્માતમાં કારમાં સવાર 3 લોકોના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. જ્યારે એક વ્યક્તિ ઘાયલ થતા તેને વધુ સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યો છે. અકસ્માતને પગલે ઘટના સ્થળે લોકોના ટોળા ઉપટી પડ્યાં હતા. આ અંગે પોલીસને જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને મૃતદેહોને પીએમ અર્થે રાજકોટ ખસેડવામાં આવ્યાં હતા.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
પોલીસની પ્રાથમિક તપાસમાં અકસ્માતનો ભોગ બનનાર ત્રણેય મૃતકો મોરબી જીલ્લાનાં વાંકાનેર તાલુકાના લાકડદાના રહેવાસી હોવાનું સામે આવ્યું છે. હાલ આ ઘટનાને લઈ પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
આ પણ વાંચો : પેટ્રોલ-ડીઝલના ભાવમાં થશે 10 રૂપિયા સુધીનો ઘટાડો, વાંચો ક્યારે?
નોંધનીય છે, કે આ અગાઉ પણ સુરેન્દ્રનગરમાં અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. જેમાં ધ્રાંગધ્રા બાયપાસ પાસે એક કાર પલ્ટી મારી ડીવાઈડરની બીજી બાજુ જતી ટ્રક સાથે અથડાઈ હતી. આ ભયંકર અકસ્માતમાં 4 લોકોના મોત થયા હતા. જ્યારે બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.