Mehsana : ગુજરાતમાં એક ભીષણ અકસ્માતની ઘટના સામે આવી છે. વર્ષે દહાડે ટ્રાફિક નિયમોના ભંગ અને બેદરકારીપૂર્વક ડ્રાઇવિંગના લીધે હજારો નિર્દોષ લોકોના જીવ જતા હોય છે. ત્યારે આજે બનાસકાંઠામાં એક ગમખ્વાર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં 4 લોકોના મોત નીપજ્યાં હતા.
આ પણ વાંચો : Junagadh : ડ્રગ્સ સામેની ઝુંબેશમાં જુનાગઢ પોલીસનું સરાહનિય પગલું
દિવાળીના તહેવારો નજીકમાં જ છે ત્યારે ગામડામાં રહેતા લોકો ખરીદી માટે શહેરમાં જતા હોય છે. આ દિવસો દરમિયાન અકસ્માતની સંખ્યામાં પણ વધારો થાય છે. ત્યારે બનાસકાંઠામાં જિલ્લામાં એક ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં દૂધના ટેન્કરે ઓટો રિક્ષાને ભયાનક ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતા. અકસ્માત એટલો ભીષણ હતો કે રિક્ષાનું પડીકું વળી ગયું હતુ અને હાઇવે રક્તરંજિત થઈ ગયો હતો. અકસ્માતમાં રિક્ષામાં સવાર 4 લોકોના નિપજ્યાં હતા.
આ પણ વાંચો : Sasan Gir : ગીરમાં આવતા પ્રવાસીઓ માટે નવું નજરાણું
મળતી માહિતી અનુસાર, બનાસકાંઠાન જિલ્લાના દાંતા તાલુકાના કાટીવાસ ગામે રહેતા ધનજીભાઈ ગમાર પોતાના કુટુંબ અને ગામના અન્ય લોકોને પોતાની રિક્ષામાં બેસાડી સતલાસણા ખાતે દિવાળીની ખરીદી કરવા જઈ રહ્યાં હતા. સતલાસણાંથી ખરીદી કરી એ જ રીક્ષામાં પરત ફરતી વખતે સતલાસણાના ગોઠડા નજીક દૂધના ટેન્કર અને રિક્ષા વચ્ચે ધડાકાભેર ટક્કર થઈ હતી. અકસ્માત એટલો ભીષણ હતો કે રિક્ષાનું પડીકું વળી ગયું હતુ.
ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.
અકસ્માત પગલે આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. તેમજ 108 એમ્બ્યુલન્સને કોલ કરી ઈજાગ્રસ્તોને હોસ્પિટલ ખાતે ખસેડાયા હતા. અકસ્માતમાં રિક્ષા ચાલક ધનજીભાઈનું ઘટના સ્થળે જ મોત થયું હતુ, જ્યારે 3 લોકોના સારવાર દરમિયાન મોત નીપજતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. દિવાળી ટાણે જ નાના એવા ગામમાં એક સાથે ચાર લોકોની અર્થી ઉઠતા સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાઇ ગયો છે.