MP Assembly Election Results : મધ્ય પ્રદેશના દમોહની રહેવાસી અને ટીવી અભિનેત્રી ચાહત પાંડે (Chahat Pandey)એ ચાલુ વર્ષે જૂન મહિનામાં આમ આદમી પાર્ટી (AAP)સાથે જોડાણ કર્યું હતુ. પાર્ટીએ ચાહતને દમોહથી જ બીજેપી (BJP)ના દિગ્ગજ નેતા જયંત મલેયા સામે ચૂંટણીના મેદાનમાં ઉતારી હતી.
આ પણ વાંચો : રાત્રે ઝૂંપડીમાં સૂતો હતો પરિવાર, અચાનક આગ લાગી અને…
મધ્ય પ્રદેશ (MadhyaPradesh)ની દમોહ વિધાનસભા સીટથી આમ આદમી પાર્ટી (AAP)ની ઉમેદવાર ચાહત પાંડે હારી રહી છે. મતગણતરીમાં આપની ઉમેદવાર ચોથા નંબર પર છે. આ સીટથી બીજેપીના દિગ્ગજ નેતા જયંત મલેયા 36 હજાર મતોથી આગળ છે. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર અજય કુમાર ટંડન બીજા નંબરે છે અને ત્યાર બાદ બહુજન સમાજ પાર્ટીના પ્રતાપ રોહિત અહરવારનો નંબર આવે છે.
ખબરી ગુજરાતની વ્હોટ્સઍપ ચેનલમાં જોડાવા માટે અહીં ટેપ કરો.
મધ્યપ્રદેશના દમોહની રહેવાસી ટીવી અભિનેત્રી ચાહત પાંડે આ વર્ષના જુન મહિનામાં આમ આદમી પાર્ટી સાથે જોડાઈ હતી. પાર્ટીએ ચાહતને દમોહથી જ બીજેપીના દિગ્ગજ નેતા જયંત મલેયા સામે ચૂંટણી મેદાનમાં ઊભી રાખી હતી. જ્યારે કોંગ્રેસના હાલના ધારાસભ્ય અજય ટંડન પણ આ ત્રિકોણિય જંગમાં સામેલ છે.
અભિનેત્રી ચાહત પાંડેએ ઘણી સિરિયલોમાં કામ કર્યું છે. તેણે 17 વર્ષની ઉંમરે જ ટીવી શો પવિત્ર બંધનથી પોતાની એક્ટિંગ કરિયરની શરૂઆત કરી હતી. જો તેને વર્ક ફ્રન્ટની વાત કરીએ તો ટીવી એક્ટ્રેસ તેનાલીરામન, રાધા કૃષ્ણ, સાવધાન ઇન્ડિયા, નાગિન-2, દુર્ગા માતા કી છાયા, અલાદીન અને ક્રાઇમ પેટ્રોલ સહિત ઘણી સિરિયલોમાં જોવા મળી હતી. હાલ તે ટીવી શો ‘નથ જેવર યા જંજીર’માં મહુઆની ભુમિકા કરી રહી છે.
આ પણ વાંચો : IND vs ASU T20: ઋતુરાજ ગાયકવાડ ઈતિહાસ રચવાથી માત્ર 19 રન દુર
મધ્ય પ્રદેશમાં મતગણતરી શરૂ છે, આ આર્ટિકલ લખાય રહ્યો છે ત્યાં સુધીમાં મધ્ય પ્રદેશની 230 સીટોમાંથી ભાજપ 166 સીટો પર આગળ છે. જેમાંથી 17 બેઠકો પર વિજય મેળવી લીધો છે. જ્યારે કોંગ્રેસ 63 સીટો પર આગળ ચાલી રહી છે.