અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર સર્જાયો ધ્રુજાવી નાખે તેવો અકસ્માત

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Accident News : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ભયંકર અકસ્માત સર્જાયો હોવાના સમાચાર સામે આવી રહ્યાં છે. નડિયાદ પાસે સર્જાયેલા આ અકસ્માતમાં 10 જેટલા લોકો મોત થયા છે.

આ પણ વાંચો – ગરમીમાં શેકાવા તૈયાર થઈ જાવ, આ રાજ્યોમાં હિટવેવની ચેતવણી

PIC – Social Media

Accident News : અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઇવે પર ભયંકર અકસ્માતની ઘટના સામે આવી છે. નડિયાદ પાસે એક્સપ્રેસ હાઇવે પર સર્જાયેલા અકસ્માતમાં 10 જેટલા લોકોના મોત થયાનું સામે આવ્યું છે. એક્સપ્રેસ હાઇવે પર એક ટ્રાવેલર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયંકર હતો કે કારના ફૂરચે ફૂરચા ઉડી ગયા હતા. ઘટનાને પગલે આસપાસથી લોકોના ટોળા ભેગા થઈ ગયા હતા અને કારના પતરા કાપી મૃતદેહોને બાહર કાઢવામાં આવ્યાં છે. હાલ પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

મળતી માહિતી અનુસાર અમદાવાદ – વડોદરા એક્સપ્રેસ હાઇવે પર કાર અને ડમ્પર વચ્ચે ભયંકર અકસ્માત સર્જાયો હતો. વડોદરાથી અમદાવાદ જતી એક પેસેન્જર કાર નડિયાદ પાસે ટેન્કરની પાછળ ઘૂસી ગઈ હતી. આ અકસ્માતમાં કારમાં સવાર તમામ 10 મુસાફરોના મોત થયા છે. જ્યારે બનાવની જાણ થતા 108 અને પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો છે. જાણવા મળ્યુ છે કે આ એક ટ્રાવેલર કાર હતી અને તે વડોદરાથી અમદાવાદ પેસેન્જર ભરીને જઈ રહી હતી.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

અકસ્માતને પગલે પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે. જિલ્લા કલેક્ટર પર ઘટના સ્થળે જવા રવાના થઈ ગયા છે. અમદાવાદ પાસિંગની અર્ટિગા કારનો પાસિંગ નંબર GJ 27 EC 2578 છે. હાલ પોલીસે વધુ માહિતી મેળવવા માટે તપાસ હાથ ધરી છે.