Ram Mukut : સુરતમાં હીરાના વેપારી મુકેશ પટેલે પોતાની ગ્રીન લેબ ડાયમંડ કંપનીમાં જ સોના, હીરા અને નિલમથી જડિત 6 કિલો વજન વાળો મુકુટ (Mukut) ભગાવાન રામ માટે તૈયાર કર્યો છે. 11 કરોડ રૂપિયામાં તૈયાર થયેલા આ મુકુટને ભેટ ધરવા માટે હીરાના વેપારી મુકેશભાઈ પરિવાર સાથે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાના એક દિવસ પહેલા જ અયોધ્યા પહોંચી ગયા હતા.
આ પણ વાંચો : ભારતની સ્વતંત્રતાથી લઈને ‘સ્વતંત્ર જુનાગઢ’ સુધીની કહાની
Ram Mukut : ઉત્તર પ્રદેશ (Uttar Pradesh) અને અયોધ્યા (Ayodhya) સહિત આખા દેશ માટે 22 જાન્યુઆરીનો દિવસ ઐતિહાસિક બની ગયો. 500 વર્ષની આતુરતાના અંત બાદ આખરે ભગવાન રામ પોતાના ભવ્ય મંદિરમાં વિરાજિત થયા છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
અયોધ્યામાં રામ જન્મભૂમિ પર બનેલા ભગવાન રામના મંદિર માટે સુરતના હીરાના વેપારીએ (Surat diamond trader) 11 કરોડ રૂપિયાની કિંમતનો ભવ્ય મુકુટ દાન (Mukut Daan) કર્યો છે. મુકુટ દાન કરવા માટે હીરાના વેપારી મુકેશભાઈ (MukeshBhai Patel) પોતાના પરિવાર સાથે અયોધ્યા ધામ પહોંચ્યા હતા.
11 કરોડના મુકુટનું દાન
સુરતના હીરાના વેપારી મુકેશ પટેલે પોતાના ગ્રીન લેબ ડાયમંડ (Green Lab Diamond) કંપનીમાં જ સોના, હીરા અને નિલમ જડિત કુલ 6 કિલો વજનનો મુકુટ ભગવાન રામ માટે તૈયાર કર્યો હતો. 11 કરોડની કિંમતમાં બનેલા આ મુકુટને ભેટ ધરવા હીરાના વેપારી પોતાના પરિવાર સાથે રામમંદિરની પ્રાણ પ્રતિષ્ઠાના (Ram Mandir Pran Prathishta) એક દિવસ પહેલા જ અયોધ્યા ધામ પહોંચ્યા હતા.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
તેઓએ મંદિરના મુખ્ય પુજારીને ગર્ભગૃહમાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ટ્રસ્ટને ભગવાન શ્રી રામ માટે તૈયાર કરેલો સોના હીરાથી જડિત મુકુટ અર્પણ કર્યો હતો.
વિશ્વ હિન્દુ પરિષદના રાષ્ટ્રીય ખજાનચી દિનેશભાઈ નાવડિયાએ જણાવ્યું કે ગ્રીન લેબ ડાયમંડ કંપનીના માલિક મુકેશભાઈ પટેલે અયોધ્યાના વિશ્વ પ્રસિદ્ધ નવનિર્મિત રામ મંદિરમાં ભગવાન રામ માટે કેટલાક આભુષણ અર્પણ કરવા વિચાર્યું હતુ.
ગ્રીન લેબ ડાયમંડ કપંનીના મુકેશ પટેલે પોતાના પરિવારજનો અને કંપનીમાં વાતચીત કર્યા બાદ નક્કી કર્યું હતુ કે તેઓ ભગવાન રામ માટે સોના અને રત્ન જડિત મુકુટ અર્પણ કરશે.
મુકુટમાં 4 કિલો સોનાનો ઉપયોગ કરાયો
ભગવાન રામની મૂર્તિ માટે મુકુટનુ માપ લેવા માટે કંપનીએ બે કર્મચારીઓને અયોધ્યા મોકલ્યા હતા. કંપનીના કર્મચારી મૂર્તિનુ માપ લઈ સુરત આવ્યા અને મુકુટ બનાવાનું કામ શરૂ કર્યું.
કુલ 6 કિલોના વજનવાળા મુકુટમાં 4 કિલો સોનાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મુકુટમાં નાની મોટી સાઇઝના હીરા, માણેક, મોતી અને નિલમ જેવા રત્નોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તમામ સામગ્રીનો ઉપયોગ કરી બનાવેલા આ મુકુટને અયોધ્યામાં ભગવાન રામના (Ram Mukut Daan) મસ્તક પર રાખવામાં આવ્યો છે.