Jagdish, Khabri Media Gujarat
Gujarat News : ગુજરાતના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. રાજ્ય સરકારે નવા વર્ષે ગુજરાતના ખેડૂતોને મોટી ભેટ આપી છે. રાજ્ય સરકારે જાહેરાત કરી છે, કે વરસાદી પાણીના ઉપયોગથી ખેતી કરનાર ખેડૂતોને એક જ સર્વે નંબર ધરાવતા તેમના ખેતરમાં હયાત વીજ કનેકશન ઉપરાંત વધુ એક વીજ જોડાણ આપવામાં આવશે. સરકારના આ નિર્ણયથી હવે ખેડૂતોના પાક ઉત્પાદનમાં વધારો થશે.
આ પણ વાંચો : Job News : SBIમાં ક્લાર્કની જગ્યા માટે આવી બમ્પર ભરતી
ખબરી ગુજરાતના વ્હોટ્સએપ ગૃપમાં જોડાવા માટે અહીં ક્લિક કરો
ખેડૂતો માટે જાહેરાત કરતા ઉર્જામંત્રી કનુભાઈ દેસાઈએ કહ્યું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે ખેડૂતોના હિતમાં અનેકવિધ નિર્ણયો કર્યા છે અને જ્યારે જ્યારે જરૂર પડી ત્યારે સરકાર હરહંમેશ ખેડૂતોના પડખે ઉભી રહી છે. વરસાદી પાણી ( સરફેસ વૉટર) નો ઉપયોગ કરનારને ઉર્જા વિભાગ દ્વારા ખેડૂતના ખેતરમાં વધુ એક વીજ જોડાણ આપવાના નિર્ણયના પરિણામે ખેડૂતોના પાક ઉત્પાદન વધશે અને આર્થિક રીતે વધુ સમૃધ્ધ બનશે. ખેડૂતો દ્વારા ઉર્જા મંત્રીને સરફેસ વૉટર વાપરવા ઈચ્છતા ખેડૂતોને હયાત વીજ કનેક્શન સિવાય વધું એક કનેક્શન આપવા રજુઆત કરી હતી તેને ધ્યાને લઈને આ નિર્ણય કરાયો છે.
આ પણ વાંચો : રાજ્યમાં પ્રથમ “જળ ઉત્સવ 2023″નો પ્રારંભ
ઉર્જામંત્રીએ ઉમેર્યું કે, આ નિર્ણયને લીધે ખેડૂતો કેનાલ, તળાવો, નદી, ખાડી, ડેમ, ચેકડેમ, સુજલામ સુફલામ્ અંતર્ગત ભરાતા તળાવો ખેત તલાવડી, તેમજ અન્ય વરસાદી સ્ત્રોતો માધ્યમથી સિંચાઇ કરવા હેતુસર ખેડુતોને વધુ એક વીજ જોડાણ મળશે.જેના પરિણામે ભુગર્ભ જળનો મોટાપાયે બચાવ થશે અને સાથે સાથે ખેડુતોને પણ વીજ બિલમાં બચત થશે. એટલું જ નહીં કાર્બન ઉત્સર્જનમાં મોટા પાયે ઘટાડો નોંધાશે તેમજ રાજ્યની આવકમાં પણ ફાયદો થશે.