DC vs KKR : આઈપીએલ 2024ના (IPL 2024) 47માં મેચમાં દિલ્હી કેપિટલ્સ સામે ફિલ સોલ્ટે આક્રમક અંદાજમાં બેટિંગ કરી હતી. તેણે માત્ર 33 બોલમાં સાત ચોકા અને પાંચ છક્કાની મદદથી 68 રન બનાવ્યા હતા. ફિલ સોલ્ટે આ ઇનિંગ દરમિયાન પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગૂલીનો 14 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો છે.
આ પણ વાંચો – કંપનીએ સ્વીકારી કોવિશીલ્ડ વેક્સિનની આડઅસર, જાણો બીજુ શું કહ્યું?
DC vs KKR : કોલકાતા નાઇટ રાઇડર્સે (Kolkata Knight Riders) સોમવારે આઈપીએલ 2024ની 47મી મેચમાં દિલ્હી કેપિટલ્સ (Delhi Capitals)ને 21 બોલ બાકી રાખી સાત વિકેટે હાર આપી હતી. આ જીત સાથે કેકેઆર (KKR) પ્લેઓફમાં ક્વોલિફાઈ રેસમાં આગળ ચાલી રહી છે. ઇડન ગાર્ડન્સમાં રમાયેલી આ મેચમાં દિલ્હી કેપિટલ્સે પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 153 રન બનાવ્યાં હતા. જવાબમાં કેકેઆરની ટીમે 16.3 ઓવરમાં જ 3 વિકેટના નુકસાને ટાર્ગેટ ચેજ કરી લીધો હતો. કેકેઆર તરફથી ઓપનર ફિલ સોલ્ટે (Phil Salt) શાનદાર બેટિંગ કરી હતી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ગાંગુલીનો રેકોર્ડ તુટ્યો
ફિલ સોલ્ટે દિલ્હી સામે માત્ર 33 બોલમાં સાત ચોકા અને પાંચ છક્કાની મદદથી 68 રન બનાવ્યા. આ દરમિયાન ફિલ સોલ્ટે પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગૂલીનો 14 વર્ષ જૂનો રેકોર્ડ પણ તોડ્યો છે. ફિલ સોલ્ટ કેકેઆર માટે આઈપીએલ સિઝનમાં ઈડન ગાર્ડન પર સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન બની ગયો છે. સોલ્ટે ચાલુ સિઝનમાં ઇડન ગાર્ડન્સ પર 6 ઇનિંગમાં 68.8ની સરેરાશ અને 186ના સ્ટ્રાઇકરેટથી 344 રન બનાવ્યાં છે.
ફિલ સોલ્ટ પહેલા સૌરવ ગાંગુલી (Saurav Ganguly) એ 2010માં ઇડન ગાર્ડન્સ પર સાત ઇનિંગમાં 331 રન બનાવ્યાં હતા. આ યાદીમાં આન્દ્રે રસલ ત્રીજા નંબરે છે. જેણે 7 ઇનિંગમાં 311 રન બનાવ્યાં છે. ક્રિસ લિને 2018ની સિઝનમાં 9 ઇનિંગમાં 303 રન બનાવ્યાં હતા. ગત વર્ષે રિંકુ સિંહે પણ ભારે બેટિંગ કરી હતી તેણે ઈડન ગાર્ડન્સ પર 7 ઇનિંગમાં 280 રન બનાવ્યા.
આઈપીએલ સિઝનમાં ઈડન ગાર્ડન્સ પર સૌથી વધુ રન
344 – ફિલ સોલ્ટ (6 ઇનિંગ), 2024
331 – સૌરવ ગાંગુલી ( 7 ઇનિંગ), 2010
311 – આંદ્રે રસલ (7 ઇનિંગ), 2019
303 – ક્રિસ લિન (9 ઇનિંગ), 2018
280 રન – રિંકુ સિંહ (7 ઇનિંગ), 2023
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ આ સિઝનમાં 9 મેચોમાંથી 6 મેચ જીતી છે. શ્રેયસ અય્યરના નેતૃત્વમાં કેકેઆરને આઈપીએલ 2024માં પ્લેઓફમાં પહોંચવા માટે વધુ બે જીતની જરૂર છે. આઈપીએલ 2024 પોઇન્ટ ટેબલમાં કોલકાતા નાઇટ રાઇડર્સની ટીમ બીજા નંબરે છે.