વિરોધના સૂર વચ્ચે આજે રૂપાલા ભરશે ઉમેદવારી ફોર્મ

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Rupala Controversy : લોકસભાની ચૂંટણી જાહેર થતાની સાથે જ તમામ રાજકીય પક્ષો તડામાર તૈયારી કરી રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાનું શરૂ કરવામાં આવ્યું છે. ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરી રહેલા પરષોત્તમ રૂપાલા પણ આજે ઉમેદવારી ફોર્મ ભરશે.

આ પણ વાંચો – સલમાન ફાયરિંગ કેસમાં આરોપીઓની ભૂજમાંથી ધરપકડ

PIC – Social Media

Rupala Controversy : લોકસભાની ચુંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે. તમામ રાજકીય પાર્ટીઓ જીત માટે અથાગ પ્રયત્નો કરી રહ્યાં છે. ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારો દ્વારા ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ચુકી છે. ત્યારે આજે પરષોત્તમ રૂપાલા પણ વિજય મુહર્તમાં ઉમેદવારી ફોર્મ ભરશે. નોંધનીય છે કે રાજકોટ લોકસભા બેઠક પરથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા ક્ષત્રિય સમાજના વિરોધનો સામનો કરી રહ્યા છે. જેને લઈ પાર્ટીના ઘણાં દિગ્ગજ નેતાઓએ સમાધાન માટે પ્રયાસો કર્યા પરંતુ તેનું ધાર્યુ પરિણામ મળ્યું નથી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

રૂપાલા ભરશે ઉમેદવારી ફોર્મ

એક બાજુ પાર્ટી રાજકોટ લોકસભા બેઠક માટે ઉમેદવારને બદલવાના મૂડમાં નથી, તો બીજી બાજુ ક્ષત્રિય સમાજની એક જ માંગ છે કે પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવામાં આવે છે. ત્યારે સમાચારો મળી રહ્યાં છે કે રાજકોટથી ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલા આજે ફોર્મ ભરશે તેઓ આજે સવારે 9 વાગ્યે યાજ્ઞિક રોડથી પદયાત્રા યોજશે, ત્યારા બાદ બહુમાળી ભવન ખાતે જનસભા સંબોધશે. સાડા અગિયાર વાગ્યે તેઓ સમર્થકો સાથે કલેક્ટર ઓફિસે ઉમેદવારી ફોર્મ ભરશે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

રૂપાલા વિવાદને લઈ સીએમના નિવાસે થઈ હતી બેઠક

રૂપાલા અને ક્ષત્રિય સમાજના વિવાદ વચ્ચે સરકાર એક્શન મોડમાં આવી ગઈ છે. ક્ષત્રિય સમાજોનો વધતો રોષ અને આંદોલનની ચીમકી વચ્ચે ગાંધીનગરમાં સીએમના નિવાસસ્થાને રાત્રે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતુ. જેમાં સીએમ સહિત ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી. આર. પાટીલ હાજર રહ્યા હતા. બેઠકમાં ક્ષત્રિય આગેવાનો પણ જોડાયા હતા. જો કે આ બેઠકમાં ક્ષત્રિય સમાજનો એક જ સૂર હતો કે પરષોત્તમ રૂપાલાની ઉમેદવારી રદ્દ કરવામાં આવે.