CBI દ્વારા મેઘા એન્જિનીયરિંગ સામે કેસ દાખલ, જાણો, શું છે મામલો?

ખબરી ગુજરાત રાષ્ટ્રીય
Spread the love

Megha Engineering Case: સુપ્રીમ કોર્ટે ગત ફેબ્રુઆરીમાં કેન્દ્ર સરકારની ચુંટણી બોન્ડ સ્કિમ રદ્દ કરી નાખી હતી. બોન્ડ દ્વરા સૌથી વધુ ફંડ આપનાર મેઘા એન્જિનીયરિંગ બીજા નંબરે હતી.

આ પણ વાંચો – બોર્નવિટાને ‘હેલ્થ ડ્રિંક્સ’ સમજીને લેતા હોય તો ચેતી જજો…

PIC – Social Media

Megha Engineering Case: ઇલેક્ટરોલ બોન્ડ યોજનામાં સૌથી વધુ ડોનેશન આપનારની લિસ્ટમાં બીજા નંબરે રહેલી મેઘા એન્જિનીયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડના અધિકારીઓ પર ભ્રષ્ટાચારના આરોપ લાગ્યા છે. કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ દ્વારા આ અધિકારીઓ વિરુદ્ધ ભ્રષ્ટાચારનો કેસ દાખલ કરાયો છે. આ કંપની તરફથી રાજકીય પાર્ટીઓને ઇલેક્ટરોલ બોન્ડ દ્વારા 1200 કરોડ રૂપિયાનું ફંડ આપવામાં આવ્યું હતુ.

CBI એ NISP માટે રૂ. 315 કરોડના પ્રોજેક્ટના સંચાલનમાં કથિત ભ્રષ્ટાચાર સંબંધિત મામલાને લઈ કાર્યવાહી કરી છે. સીબીઆઈ એ સ્ટીલ મંત્રાલયના એનએમડીસી આયરન એન્ડ સ્ટીલ પ્લાન્ટના 8 અધિકારીઓ સહિત મેઘા એન્જિનીયરિંગ એન્ડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ વિરુદ્ધ એફઆઈઆર નોંધી છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

ઇલેક્ટોરલ બોન્ડ સંબંધિત ડેટા સામે આવ્યા બાદ મેઘા એન્જિનીયરિંગ એન્ડ્ર ઇન્ફ્રાસ્ટ્રક્ચર લિમિટેડ ચર્ચામાં આવી હતી. આ કંપની રાજકીય પાર્ટીઓને ફંડ આપનાર ટોપ 10ની યાદીમાં બીજા નંબરે છે. પામિરેડ્ડી પિચી રેડ્ડી અને પીવી કૃષ્ણા રેડ્ડીની કંપની એમઇઆઈએલ એ રૂ. 966 કરોડ રૂપિયાના ચૂંટણી બોન્ડ ખરીદ્યા હતા.

સુપ્રીમ કોર્ટે ઇલેક્ટરોલ બોન્ડ સ્કિમ કરી હતી રદ્દ

નોંધનીય છે, કે સુપ્રીમ કોર્ટ દ્વારા ગત ફેબ્રુઆરી મહિનામાં એક ઐતિહાસિક નિર્ણય સંભળાવતા રાજકીય પાર્ટીઓને આપવામાં આવતા ફંડ માટે લાવવામાં આવેલી ઇલેક્ટોરલ બોન્ડ સ્કિમને રદ્દ કરી દીધી હતી. સુપ્રીમ કોર્ટના આદેશો બાદ આ સ્કિમ સંબંધીત આખો ડેટા SBI તરફથી ભારતના ચુંટણી પંચને સોંપવામાં આવ્યો હતો. ત્યાર બાદ ચુંટણી બોન્ડ ખરીદનારાઓની આખી યાદી સામે આવી હતી. જેને લઈ વિપક્ષે બીજેપી પર જોરદાર પ્રહારો કર્યા હતા.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

સીબીઆઈને મળી ભ્રષ્ટાચારની ફરિયાદ

એચટીના અહેવાલ અનુસાર, સીબીઆઈને ભ્રષ્ટાચાર સંબંધિત એક ફરિયાદ મળી હતી જેને લઈ કાર્યવાહી કરવામાં આવી છે. ફરિયાદમાં આરોપ લગાવામાં આવ્યાં હતા કે એનઆઈએસપી/એનએમડીસી ના 8 અધિકારીઓ અને મકોન લિમિટેડના 2 અધિકારીએ એનએમડીસી દ્વારા મેઘા એન્જિનીયરિંગ એન્ડ ઇન્ડસ્ટ્રીયલ લિમિટેડને કરવામાં આવેલી ચુકવણીના બદલે લાંચ લીધી હતી.