સિડનીના શોપિંગ મોલમાં ચાકુબાજી અને ફાયરિંગમાં 4 લોકોના મોત

આંતરરાષ્ટ્રીય ખબરી ગુજરાત
Spread the love

Sydney Attack : સિડનીના એક શોપિંગ મોલમાં ચાકુબાજી અને ફાયરિંગની ઘટના સામે આવી છે. આ હુમલામાં ચાર લોકોના મોત થયા છે જ્યારે ઘણાં લોકો ઘાયલ થયા છે. આ ઘટનામાં પોલીસે હુમલાખોરને ઠાર કર્યો છે.

આ પણ વાંચો – ભારતમાં સિમ કાર્ડ વગર કોલિંગ અને ઇન્ટરનેટ? મસ્કનો માસ્ટર પ્લાન

PIC – Social Media

Sydney Attack : ઓસ્ટ્રેલિયાના સિડીનીમાં આવેલા એક શોપિંગ મોલમાં ફાયરિંગ અને ચાકુબાજીની ઘટના સામે આવી છે. આ હુમલામાં 4 લોકોના મોત થયા છે જ્યારે ઘણાં લોકો ઘાયલ થયાની માહિતી મળી રહી છે. જાણકારી અનુસાર વેસ્ટફિલ્ડ બોન્ડ જંક્શનના શોપિંગ સેન્ટરમાં ફાયરિંગ અને ચાકુબાજી થઈ હતી.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

બીજી બાજુ આ ઘટનાને લઈ શોપિંગ મોલને ખાલી કરાવવામાં આવ્યો છે. પોલીસે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધર્યું છે. પોલીસે હુમલાખોરને ઠાર કર્યાની માહિતી સામે આવી છે. જો કે હજુ સુધી તેની સત્તાવાર પુષ્ટિ થઈ શકી નથી.

ઓસ્ટ્રેલિયન ન્યુઝ વેબસાઈટ news.com.au અનુસાર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું, કે જ્યારે હુમલો થયો ત્યારે મોલમાં ભારે ભીડ હતી. જમીન પર ચારે બાજુ લોહી પડ્યું હતુ. જાણકારી અનુસાર સેંકડો લોકોને મોલની બાહર કાઢવામાં આવી ચુક્યા છે. જ્યારે ન્યુ સાઉથ વેલ્સ પોલીસે લોકોને આ વિસ્તારથી દૂર રહેવા અપીલ કરી છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

વેબસાઇટના અહેવાલ અનુસાર એક પ્રત્યક્ષદર્શીએ જણાવ્યું કે તે ખરીદી કરી રહ્યો હતો ત્યારે જ એક શખ્સ એક્સેલેટરથી નીચે આવ્યો અને મોટે થી બોલ્યો કે એક શખ્સ લોકોને ચાકુ મારી રહ્યો છે. ત્યારે જ તેણે એક લીલા રંગના શર્ટ પહેરેલ વ્યક્તિને નીચે ભાગતા જોયો. તે ગોથા ખાઈ રહ્યો હતો. તે નશામાં ધૂત હોય તેવું લાગી રહ્યું હતુ.