Mobile Blast : યુપીના મેરઠમાં એક ઘરની અંદર મોબાઇલ ફોનમાં બ્લાસ્ટ થવાની ઘટના સામે આવી છે. આ દુર્ઘટનામાં માતા-પિતા સહિત 4 બાળકો ગંભીર રીતે દાઝી ગયા હતા. જો કે ચાર બાળકોના સારવાર દરમિયાન મોત થયા છે જ્યારે માતા પિતાની હાલત ગંભીર જણાવાઈ રહી છે.
આ પણ વાંચો – પૂર્વ એર ચીફ ભદૌરિયા ભાજપમાં જોડાયા, જાણો કોણ છે ભદૌરિયા?
Mobile Blast : ઉત્તર પ્રદેશના મેરઠમાં મોબાઈલ ફોનમાં બ્લાસ્ટ થતાં ઘરમાં આગ લાગવાથી ચાર માસૂમ બાળકોના મોત થયાના સમાચાર સામે આવ્યા છે. અકસ્માત દરમિયાન બાળકોને બચાવવાના પ્રયાસમાં તેમના માતા-પિતા પણ દાઝી ગયા હતા. બાળકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં સારવાર દરમિયાન ચારેય બાળકોના મોત નીપજ્યા હતા. આ દુર્ઘટનામાં દાઝી ગયેલા માતા-પિતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
મળતી માહિતી મુજબ, સમગ્ર મામલો મેરઠના પલ્લવપુરમ પોલીસ સ્ટેશન વિસ્તારની જનતા કોલોનીનો છે. શનિવારે મોડી રાત્રે આખો પરિવાર ઘરમાં હાજર હતો. તે દરમિયાન કોઈએ મોબાઈલ ચાર્જ પર મૂક્યો. આ પછી મોબાઈલમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો. થોડી જ સેકન્ડોમાં આખા ઘરમાં આગની જ્વાળાઓ ફેલાઈ ગઈ. ઘરની અંદર કોઈને વિચારવાનો સમય ન મળ્યો અને બધા લોકો દાઝી ગયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે મોબાઈલ ચાર્જરમાં શોર્ટ સર્કિટ થયું હતું. આ પછી બ્લાસ્ટ થયો અને આખા ઘરમાં આગ લાગી ગઈ.
થોડી જ વારમાં આગ ઘરના પડદા અને બેડશીટમાં ફેલાઈ ગઈ હતી. માતા-પિતા અને બાળકો કંઈક સમજે ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. કોઈક રીતે બાળકો અને માતા-પિતાને આગની જ્વાળામાંથી બચાવીને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ત્યાં સારવાર દરમિયાન ચારેય બાળકોના એક પછી એક મોત થયા હતા. મૃતક બાળકોમાં 12 વર્ષની સારિકા, 8 વર્ષની નિહારિકા, 6 વર્ષનો ગોલુ અને 5 વર્ષનો કલ્લુનો સમાવેશ થાય છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
મોબાઈલ ચાર્જિંગ પર હતો
મળતી માહિતી મુજબ, સમગ્ર પરિવારને મેડિકલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન એક પછી એક ચારેય બાળકોના મોત થયા હતા. પિતા જોનીની હાલત હાલ ખતરાની બહાર હોવાનું કહેવાય છે, જ્યારે માતા બબીતાની હાલત હજુ પણ નાજુક છે. તેથી તેને દિલ્હી એઈમ્સમાં રીફર કરવામાં આવ્યા છે. પિતા જોનીએ જણાવ્યું કે મોબાઈલ ચાર્જ પર હતો અને તે જ સમયે નિહારિકા, ગોલુ અને કાલુ મોબાઈલ પર ગેમ રમી રહ્યા હતા.