Mumbai Indians team controversy : ભારતીય ટીમ અને મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ સ્પિનર હરભજન સિહે મુંબઈ ઇન્ડિયન્સમાં ચાલી રહેલા કપ્ટેનશીપના વિવાદને લઈ મોટુ નિવેદન આપ્યું છે. આ સિઝનમાં રોહિત શર્મા 2013 બાદ પહેલીવાર અન્યના સુકાન નીચે મુંબઈ ઇન્ડિયન્સ માટે રમતા જોવા મળશે.
આ પણ વાંચો – જયપુર : ગેસ સિલિન્ડરમાં લાગી આગ, 3 બાળકો સહિત 5 જીવતા ભડથુ
Mumbai Indians team controversy : ભારતીય ટીમ અને મુંબઈ ઈન્ડિયન્સના પૂર્વ સ્પિનર હરભજન સિંહે મુંબઈ ઈન્ડિયન્સમાં ચાલી રહેલા કેપ્ટનશીપના વિવાદને લઈને નિવેદન આપ્યું છે. આ સિઝનમાં રોહિત શર્મા 2013 પછી પ્રથમ વખત કોઈ અન્યની કેપ્ટનશિપ હેઠળ મુંબઈ માટે રમતા જોવા મળશે. ફ્રેન્ચાઇઝીએ રોહિતને હટાવીને હાર્દિક પંડ્યાને કેપ્ટન તરીકે નિયુક્ત કર્યા છે. IPL 2024ની હરાજી પહેલા હાર્દિકને મુંબઈ દ્વારા ગુજરાત ટાઇટન્સ સાથે ટ્રેડ કરવામાં આવ્યો હતો. ત્યારથી રોહિત અને તેની વચ્ચે સંભવિત અણબનાવની વાતો ચાલી રહી છે. હવે હરભજને રોહિત અને હાર્દિક વચ્ચેના સમીકરણ પર તેના મંતવ્યો શેર કર્યા છે અને આશા વ્યક્ત કરી છે કે તેઓ પણ તેમના મતભેદોને દૂર કરી શકશે અને ફ્રેન્ચાઇઝી માટે કંઈક સારું કરી શકશે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ભજ્જીએ એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે, ‘અહીં કોણ ખુશ છે અને કોણ નથી તે તો સમય જ કહેશે. મુંબઈ ઈન્ડિયન્સ આઈપીએલમાં મજબૂત અને નીડર ટીમ રહી છે. મને ખાતરી છે કે તેઓ વિવાદોને પાછળ છોડીને ભવિષ્ય માટે કેટલાક ઉકેલો શોધવાનું પસંદ કરશે. રોહિત આઈપીએલના ઈતિહાસમાં એમએસ ધોનીની સાથે સૌથી સફળ કેપ્ટન છે. તેણે MIને પાંચ ખિતાબ (2013, 2015, 2017, 2019 અને 2020) અપાવ્યા છે.
બીજી તરફ, હાર્દિકે 2022 માં તેની પ્રથમ સિઝનમાં IPL જીતવા માટે GTનું નેતૃત્વ કર્યું અને પછી તેમને છેલ્લી સિઝનમાં ફાઇનલમાં લઈ ગયા. IPL 2023માં ગુજરાતને ચેન્નાઈ સુપર કિંગ્સ (CSK) સામે હારનો સામનો કરવો પડ્યો હતો. તાજેતરમાં એક કાર્યક્રમમાં જ્યારે હાર્દિકને પૂછવામાં આવ્યું કે શું તેને રોહિત સાથે નેતૃત્વમાં ફેરફાર અંગે ચર્ચા કરવાનો મોકો મળ્યો? તો ભારતીય ઓલરાઉન્ડરે જવાબ આપ્યો અને કહ્યું- મને રોહિત સાથે વાત કરવાનો વધુ સમય નથી મળ્યો કારણ કે તે પ્રવાસ પર છે. જ્યારે તે ટીમમાં જોડાશે ત્યારે હું ચોક્કસ તેની સાથે વાત કરીશ.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
હાર્દિકે એમ પણ કહ્યું કે રોહિત આગામી સિઝનમાં ચોક્કસપણે તેનો માર્ગદર્શક બનશે. તેણે કહ્યું- તે અલગ નથી. તે હંમેશા મારી મદદ માટે હાજર રહેશે. આ ટીમે જે કંઈ હાંસલ કર્યું છે, તે તેના નેતૃત્વમાં પ્રાપ્ત થયું છે અને મારે તેને આગળ વધારવું છે. તે ચોક્કસ મારો સાથે આપશે.
પ્રશંસકોના ગુસ્સા પર તેણે કહ્યું, ‘અમે પ્રશંસકોનું સન્માન કરીએ છીએ, પરંતુ અમારું ધ્યાન રમત અને ટ્રોફી પર છે. ચાહકોને દરેક અધિકાર છે અને હું તેમના અભિપ્રાયનું સન્માન કરું છું. IPLની આગામી સિઝનથી હાર્દિક ક્રિકેટમાં વાપસી કરશે. આ ઓલરાઉન્ડર ગયા વર્ષે ઓક્ટોબરમાં ODI વર્લ્ડ કપ દરમિયાન ઈજાગ્રસ્ત થયો હતો. ત્યારથી તે ક્રિકેટથી દૂર હતો. બુધવારે રોહિત અને હાર્દિકનો ગળે મળતો વીડિયો સામે આવ્યો હતો. બંને એકબીજાની સામે આવ્યા અને એકબીજા સાથે વાત પણ કરી.