Loksabha Election 2024 : લોકસભાની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ તમામ પક્ષો પોતાના ઉમેદવારની યાદી જાહેર કરી રહ્યાં છે. ત્યારે ચૂંટણી તારીખોને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે.
આ પણ વાંચો – ICC Test Ranking : રોહિત બ્રિગેડનો દબદબો વધ્યો
Loksabha Election 2024 : લોકસભા ચૂંટણી 2024 (Loksabha Election 2024 )ને લઈ તૈયારીઓ પૂરજોશમાં શરૂ થઈ ગઈ છે. તમામ પાર્ટીઓ પોતાના ઉમેદવારની યાદી જાહેર કરી રહ્યાં છે. પરંતું હજુ સુધી ચૂંટણીની તારીખો જાહેર થઈ નથી. ત્યારે હવે સામાન્ય ચૂંટણીને લઈ મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. ચુંટણી પંચ (Election Commission)ના સુત્રો પાસેથી મળેલી જાણકારી અનુસાર તમામ તૈયારી પૂર્ણ થઈ ગઈ છે. ચૂંટણી પહેલા થતી મિટિંગો 12 માર્ચ સુધી સમાપ્ત થઈ જાશે. ત્યાર બાદ ચૂંટણીનુ એલાન ગમે ત્યારે થઈ શકે છે. આ વખતે પણ સામાન્ય ચૂંટણી સાત-આઠ તબક્કાઓમાં થાય તેવી શક્યતા છે.
ગત વખતે 10 માર્ચે તારીખ જાહેર કરાઈ હતી
આપને જણાવી દઈએ કે વર્ષ 2019માં યોજાયેલી લોકસભા ચૂંટણી (Lok Sabha Elections)ની તારીખ 10 માર્ચે જાહેર કરવામાં આવી હતી. 11 એપ્રિલથી 19 મે વચ્ચે સાત તબક્કામાં ચૂંટણી યોજાઈ હતી. મતગણતરી 23 મેના રોજ થઈ હતી. ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતા પણ લાગુ થઈ જાય છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર બોર્ડની પરીક્ષા, તહેવારો અને સુરક્ષા કર્મચારીઓની ઉપલબ્ધતાને ધ્યાનમાં રાખીને ચૂંટણીની તારીખ પસંદ કરવામાં આવી રહી છે. આ ચૂંટણીમાં લગભગ 97 કરોડ મતદારો મતદાન કરવા માટે લાયક હશે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ વખતે મતદારોની ભાગીદારી સુનિશ્ચિત કરવા માટે ઘણા મોટા પગલા લેવામાં આવ્યા છે. ગત વખતે 67.1% મતદાન થયું હતું. પંચે દાવો કર્યો છે કે આ વખતે ચૂંટણીમાં ભ્રષ્ટાચાર રોકવા માટે નવી પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
રાજકીય પક્ષો સક્રિય થયા
જેમ જેમ લોકસભાની ચૂંટણી નજીક આવી રહી છે તેમ તેમ રાજકીય પક્ષોની ગતિવિધિ વધી રહી છે. તમામ પક્ષો પોતાના ચૂંટણી પ્રચારને આખરી ઓપ આપવામાં વ્યસ્ત છે. પીએમ નરેન્દ્ર મોદીએ ચૂંટણી પહેલા લગભગ 40 રેલીઓ કરી છે. આ વખતે તે 400 પાર કરવાનો નારા પણ લાગી રહ્યાં છે. ચૂંટણીની ઔપચારિક જાહેરાત બાદ ભાજપ પીએમ નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં માર્ચના ત્રીજા સપ્તાહમાં એક નવું અભિયાન શરૂ કરી શકે છે. કોંગ્રેસના સૂત્રોના જણાવ્યા અનુસાર પાર્ટી આગામી સપ્તાહે તેના ચૂંટણી પ્રચારને અંતિમ સ્વરૂપ આપશે. રાહુલ ગાંધીની ન્યાય યાત્રાની સમાપ્તિ પછી તરત જ પાર્ટી તેના ચૂંટણી અભિયાનની શરૂઆત કરશે. ભાજપે તેના 195 અને કોંગ્રેસે 39 ઉમેદવારોના નામની જાહેરાત કરી દીધી છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
કાશ્મીર વિધાનસભાની ચૂંટણી જાહેર થશે?
લોકસભા ચૂંટણીની સાથે ઓડિશા અને આંધ્રપ્રદેશ વિધાનસભાની ચૂંટણીના કાર્યક્રમો પણ આવશે. મહત્વનું છે કે શું ચૂંટણી પંચ જમ્મુ-કાશ્મીરમાં પણ વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરશે? પીએમ મોદીની કાશ્મીર મુલાકાત બાદ આ અંગેની ચર્ચાએ વધુ વેગ પકડ્યો છે. સુપ્રીમ કોર્ટે કલમ 370 પર પોતાના નિર્ણયમાં પંચને આ વર્ષે 7 સપ્ટેમ્બર પહેલા વિધાનસભા ચૂંટણી કરાવવાનો નિર્દેશ આપ્યો હતો. સૂત્રોના જણાવ્યા અનુસાર પંચ લોકસભા ચૂંટણીની સાથે વિધાનસભાની ચૂંટણીઓ કરાવવાના વિકલ્પ પર પણ વિચાર કરી રહ્યું છે.