Anant-Radhika Pre-Wedding : અનંત- રાધિકા પ્રિ-વેડિંગ સેલિબ્રેશનનું કાર્ડ રિવિલ થઈ ગયું છે. ત્રણ દિવસની ઇવેન્ટમાં દરરોજ થનારા સેલિબ્રેશનની ડિટેઈલ્સ તેમાં શેઅર કરવામાં આવી છે. આ ફંક્શન ગુજરાતના જામનગરમાં 1-3 માર્ચ થશે. અનંત-રાધિકાના લગ્ન 2024ની સૌથી મોટી ઇવેન્ટ બનનાર છે. અંબાણી પરિવારમાં હાલ જશ્નનો માહોલ છે.
આ પણ વાંચો : કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર આવતા જ “અગ્નિવીર યોજના” રદ્દ થશે – ભૂપેશ બઘેલ
Anant-Radhika Pre-Wedding : મુકેશ અંબાણી અને નિતા અંબાણીના નાના દિકરા અનંતના લગ્ન ટોક ઓફ ધ ટાઉન બન્યા છે. 1-3 માર્ચ કપલનું પ્રિ-વેડિંગ ફેસ્ટિવિટીજ થશે. ગુજરાતના જામનગરમાં અનંત – રાધિકાના લગ્નનું ફંક્શન થશે. આ ઇવેન્ટમાં ઇન્ટરનેશન સ્ટાર્સ પણ હાજર રહેશે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
અનંત-રાધિકાના પ્રિ વેડિંગ સેલિબ્રેશનનું કાર્ડ રિવિલ થઈ ગયું છે. ત્રણ દિવસીય ઇવેન્ટમાં દરરોજ થનારા સેલિબ્રેશનની વિગતો શેઅર કરવામાં આવી છે. 1 માર્ચની ઇવેન્ટ છે એન ઈવનિંગ ઇન એવરલેન્ડ, આ ફંક્શનનો ડ્રેસ કોડ ઇલીગેન્ટ કોકટેલ છે. આ મેજેકલ વર્લ્ડમાં મ્યુઝિક, ડાન્સ, વિઝ્યુઅલ આર્ટિસ્ટ્રી અને સ્પેશિયલ સરપ્રાઇઝથી મહેમાનો એન્ટરટેઇન થશે.
2 માર્ચથી થિમ વાઇલ્ડ લાઇફ છે. આ દિવસની થિમ છે અ વોક ઓન ધ વાઇલ્ડસાઇડ. અહીં મહેમાનોને વંતારા રેસ્કયુ એન્ડ રિહેબિલિટેશન સેન્ટરમાં યુનિક એક્સપિરિયન્સ મળશે. આ દિવસનું ફંક્શન સવારે 11.30 થી બપોરે 3 વાગ્યા સુધી ચાલશે. ડ્રેસ કોડ હશે- જંગલ ફીવર. મહેમાનોને આરામદાયક ફૂટવેર પહેરવાનું કહેવામાં આવ્યું છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
3 માર્ચે મેળો રાખવામાં આવ્યો છે. ગીતો અને ડાન્સથી મહેમાનો એન્ટટેઇન થશે. ફંક્શન સાંજે સાડા સાત વાગ્યેથી શરૂ થશે. આ સુંદર કાર્નિવલ માટે મહેમાનોનો ડ્રેસ કોડ ડેઝલિંગ દેશી રોમાન્સ તરીકે રાખવામાં આવ્યો છે. મહેમાનોને ડાન્સિંગ શૂઝ પહેરવાનું કહેવામાં આવ્યું છે જેથી કરીને તેઓ પાર્ટીમાં ડાન્સ કરી શકે.
3 માર્ચે નેચર વચ્ચે લંચનું આયોજન કરવામાં આવ્યું છે. તેનો સમય સવારે 11 વાગ્યેથી 2 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. તેનો ડ્રેસ કોડ કેઝ્યુઅલ ચીક છે. તે જ દિવસે સાંજે 6 વાગ્યે રાધા કૃષ્ણ મંદિરમાં હસ્તાક્ષરનો કાર્યક્રમ છે. અહીં પ્રેમની ઉજવણી કરવામાં આવશે. આ ફંક્શનનો ડ્રેસ કોડ હેરિટેજ ઇન્ડિયન છે.