Yash Viral Photos : કન્નડ ફિલ્મોના સુપરસ્ટાર યશ પોતાની પત્ની રાધિકા પંડિત સાથે અવારનવાર તસવીરો પોસ્ટ કરતા હોય છે. હાલમાં જ એક્ટરની એક તસવીર વાયરલ થઈ રહી છે. જેમાં પત્ની રાધિકા સાથે તે નાનકડી દુકાનમાં જોવા મળી રહ્યાં છે.
આ પણ વાંચો : ઇંગ્લેન્ડના કેપ્ટને હારનું ઠીકરું DRS પર ફોડ્યુ, જાણો શું કહ્યું?
Yash Viral Photos : કન્નડ એક્ટર યશ (Kannada actor Yash) પોતાના અંદાજ અને સ્ટાઈલથી ચાહકોનું દિલ જીતતા રહે છે. KGFમાં તેની એક્શન, સ્ટાઈલ અને ડાયલોગ ડિલિવરી લોકોને પસંદ આવી. અભિનેતા લાઈમલાઈટથી દૂર રહે છે અને સાદું જીવન જીવે છે. અભિનેતા અને તેની પત્ની વચ્ચેનો પ્રેમ પણ કોઈનાથી છૂપો નથી. હાલમાં જ યશ અને તેની પત્નીની તસવીરો સોશિયલ મીડિયા (Social media) પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આ તસવીરોમાં કંઈક એવું જોવા મળી રહ્યું છે જેને જોઈને ચાહકો આશ્ચર્યચકિત થઈ ગયા છે અને અભિનેતાની સાથે સાથે તેની પત્નીના પણ ખૂબ વખાણ થઈ રહ્યાં છે
તસવીર થઈ વાઇરલ
વાસ્તવમાં, સામે આવેલી તસવીરોમાં યશ અને તેની પત્ની એક નાની કરિયાણાની દુકાન પર ઉભા જોવા મળે છે. યશ દુકાનમાંથી કેન્ડી ખરીદી રહ્યો છે અને તેની પત્ની રાધિકા પંડિત (Radhika Pandit) તેની બાજુમાં ખુરશી પર બેઠી છે. દુકાનમાં બંને ખૂબ જ સાદગીભર્યા અંદાજમાં જોવા મળ્યા હતા. રાધિકા ખુરશી પર બેસીને કેન્ડી ખાતા જોવા મળી હતી. આ દરમિયાન બંનેના કપડા પણ સામાન્ય દેખાતા હતા. યશે ઓલિવ કલરના પેન્ટ સાથે વાઇન કલરનો શર્ટ પહેર્યો હતો જ્યારે તેની પત્નીએ કોટન સૂટ પહેર્યો હતો. આ તસવીર કર્ણાટકની છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
ફેન્સ કરી રહ્યાં છે વખાણ
આ તસવીરો જોયા બાદ ફેન્સ કહે છે કે બંને કેટલા સિમ્પલ છે. ફેન્સ અભિનેતાની પત્નીના વખાણ કરતા થાકતા નથી. રાધિકા પંડિત એક અભિનેત્રી છે અને તો પણ તેની સાદગી જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. એક વ્યક્તિએ લખ્યું, ‘રોકી ભાઈની પત્ની કેન્ડી ખાય છે, પરંતુ તે સુંદર છે કે તે નસીબદાર છે કે તેના જેવો પતિ મળ્યો.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘દક્ષિણ ભારતીય સ્ટાર્સમાં ઝીરો એટિડ્યુડ અને ઈગો હોય છે.’ અન્ય એક વ્યક્તિએ લખ્યું, ‘દક્ષિણના કલાકારો ખૂબ જ ડાઉન ટુ અર્થ હોય છે.’
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
જાણો બંનેની લવસ્ટોરી
તમને જણાવી દઈએ કે, યશ છેલ્લે સુપરહિટ ફિલ્મ KGF 2 માં જોવા મળ્યો હતો. ચેપ્ટર 2 રિલીઝ થઈ ત્યારથી જ ચાહકો ત્રીજા ભાગની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ફિલ્મના બંને ભાગ સમગ્ર ભારતમાં બ્લોકબસ્ટર સાબિત થયા હતા. યશ અને રાધિકા પંડિતની લવસ્ટોરીની વાત કરીએ તો બંનેની મુલાકાત 2007માં આવેલી ફિલ્મ ‘નંદા ગોકુલા’ના શૂટિંગ દરમિયાન થઈ હતી. ત્યારપછી બંને વચ્ચે મિત્રતા વધી અને વાત લગ્ન સુધી પહોંચી ગઈ. બંનેએ વર્ષ 2016માં સગાઈ કરી હતી અને ત્યારબાદ બંનેએ વર્ષ 2016માં લગ્ન કરી લીધા હતા.