Russian Plane Crash: રશિયામાં એક મોટી દૂર્ઘટના સર્જાય હોવાના સામાચાર સામે આવી રહ્યાં છે. 65 યુક્રેનના બંધકોને લઈ જતુ રશિયાનું સૈન્ય વિમાન દુર્ઘટનાનો શિકાર થયું છે.
આ પણ વાંચો : ટી20 ક્રિકેટમાં ચમક્યો સૂર્યા, બીજીવાર મળ્યું આ સન્માન
Russian Plane Crash: રશિયા અને યુક્રેન વચ્ચે બે વર્ષથી વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. દરરોજ બંને તરફથી અનેક લોકોનો મોત થાય છે. ત્યારે રશિયાથી વધુ એક દુઃખદ સમાચાર આવ્યા છે. મળતી માહિતી મુજબ, યુક્રેનના 65 યુદ્ધ કેદીઓને લઈ જતું રશિયન સૈન્ય વિમાન ક્રેશ થયું છે. જે રશિયન મિલિટરી પ્લેન ક્રેશ થયું છે તેનું નામ ઇલ્યુશિન II-76 મિલિટ્રી પ્લેન છે. તે યુક્રેનની સરહદે આવેલા વિસ્તાર બેલગોરોડમાં ક્રેશ થયું હતું.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
પ્લેન ક્રેશ અંગેની માહિતી રશિયાની સરકારી સમાચાર એજન્સી RIA દ્વારા આપવામાં આવી છે. એઆરઆઈએ રશિયન સંરક્ષણ મંત્રાલયને ટાંકીને જણાવ્યું હતું કે આ યુક્રેનિયન યુદ્ધ કેદીઓને કેદીઓના વિનિમય કરાર હેઠળ યુક્રેન લઈ જવામાં આવી રહ્યા હતા. દુર્ઘટના સમયે વિમાનમાં યુદ્ધ કેદીઓ સિવાય છ ક્રૂ મેમ્બર્સ અને અન્ય ત્રણ લોકો પણ સવાર હતા.
રશિયાના આ લશ્કરી વિમાનને સૈનિકો, સમાન, સેન્ય ઉપકરણ અને હથિયારોના પરિવહન માટે ડિઝાઇન કવરામાં આવ્યું છે. આ વિમાનની ક્ષમતા 90 મુસાફરોને લઈ જવાની છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
જણાવી દઈએ કે યુક્રેનની સીમા નજીક બેલગોરોડ વિસ્તારમાં તાજેતરમાં જ યુક્રેન તરફથી ઘણાં હુમલા થયા છે. ગત વર્ષે ડિસેમ્બરમાં અહીં એક મિસાઇલ હુમલો થયો હતો જેમાં 25 લોકો મોતને ભેટ્યા હતા.