22મી જાન્યુઆરીએ અયોધ્યા રામ મંદિરમાં ભગવાન શ્રી રામની મૂર્તિના અભિષેકને લઈને દેશભરમાં ઉત્તેજના અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે.ભારતભરમાં વસતા હિન્દુઓ માટે દિવાળીના તહેવાર જેવો માહોલ જોવા મળી રહ્યો છે. દરેક વ્યક્તિ પોતાની અલગ-અલગ પરંપરાઓ અને કલા સાથે આ ખુશીની ક્ષણમાં ભાગ લઈ રહ્યો છે.
આ પણ વાંચો : કોંચિંગ સેન્ટરને લઈ શું છે સરકારની માર્ગદર્શિકા? જાણો એક ક્લિકમાં
દરેક વ્યક્તિ પોતાની અલગ-અલગ પરંપરાઓ અને કલા સાથે આ ખુશીની ક્ષણમાં ભાગ લઈ રહ્યો છે. રાજકોટ ચિત્રનગરી ટ્રસ્ટે પણ આ ઐતિહાસિક ક્ષણમાં ત્રણ અલગ-અલગ પ્રોજેક્ટમાં જોડાવાનું નક્કી કર્યું છે, જેમાં રાજકોટના 56 મંદિરો, કાલાવડ રોડ બ્રિજના થાંભલા અને ઈમિટેશન માર્કેટમાં 80 નાની રંગોળી ઉપરાંત સૌથી મોટી 2100 ફૂટની વિશાળ રંગોળી પણ તૈયાર કરવામાં આવશે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
રાજકોટના બ્રીજનું નામ શ્રી રામ બ્રિજ રાખવામાં આવ્યું છે. અને એ બ્રિજ છે KKV Hall વાળો બ્રિજ! આપણા વહાલા રાજકોટીયન તો પહેલે થી જ રહયા ઉત્સાહી! અને આ ગતો બધા ને ગમતું થઇ ગયું. અમે તમને જણાવી દઈએ કે આ બ્રિજ ડબલ ડેકર બ્રિજ છે. ભાઈ શ્રી રમેશ ઓઝાના હસ્તે થશે નામકરણ એવા વાવડ જોવામાં આવ્યા હશે.
20 જાન્યુઆરી: પાંચ દિવસીય દિવ્ય મહોત્સવમાં શનિવારે રાત્રે રામ મંડળીનો કાર્યક્રમ યોજાશે અને રાસોત્સવનું પણ આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના ખ્યાતનામ કલાકાર વનિતાબેન પત્રાલ અને સમૂહ સ્વરૃપી મંત્રમુગ્ધ થવાના છે. જ્યાં હજારો લોકો એકસાથે આનંદ માણશે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
21 જાન્યુઆરી: મહોત્સવમાં રવિવારે રાત્રે 8:30 કલાકે વિશ્વ પ્રસિદ્ધ અને જાણીતા લોક સાહિત્યકાર રાજભા ગઢવી (ગીર), માલદે આહીર (ઉપલેતા), રવિ આહીર (ગજડી), પુનાશ્રી ગઢવી (કચ્ચ)નો લોક ડાયરો. પણ આયોજન કરવામાં આવશે.
22 જાન્યુઆરી: ઉત્સવના અંતિમ દિવસે એક તરફ શ્રી રામ લલ્લાના દર્શન કરવા અયોધ્યામાં રામ મંદિરના પડદા ખોલવામાં આવશે તો બીજી તરફ રાજકોટમાં પણ પડદા ખોલવામાં આવશે. સૌરાષ્ટ્રના ધર્મપ્રેમી લોકો શ્રી રામના દર્શન કરી ધન્યતા અનુભવી શકશે.