IND vs AFG T20 : ભારતીય ટીમે અફઘાનિસ્તાનને ત્રણ મેચની ટી20 સિરિઝમાં 3-0થી ક્લિન સ્વિપ આપી છે. શતકવીર રોહિત શર્માને (Rohit Sharma) મેન ઓફ ધ મેચ બનાવામાં આવ્યાં છે. બંને ટીમ વચ્ચે બુધવારે બેંગલોર ખાતે ટી20 સિરિઝની 3જી મેચ રમાઈ હતી. પરંતું મેચ ટાઈ થઈ હતી. બંને ટીમોએ 212 રન બનાવ્યાં હતા. જેને લઈ સુપર ઓવર રમાડવામાં આવી પરંતું તે પણ ટાઇ થઈ. ત્યારબાદ બીજી સુપર ઓવરમાં ભારતીય ટીમે (Indian Team) મેચ પોતાના નામે કરી હતી.
આ પણ વાંચો : 18 January : જાણો, આજનો ઈતિહાસ
ભારતીય ટીમ અને અફઘાનિસ્તાન (India vs Afghanistan) વચ્ચે પહેલી વાર ટી20 ઇન્ટરનેશનલ (T20 International) મેચોમાં દ્વિપક્ષીય સિરિઝ રમાડવામાં આવી હતી. શરૂઆતની બંને મેચમાં ભારતીય ટીમે જીત મેળવી સિરિઝ પર કબ્જો કર્યો હતો. ત્યાર બાદ ત્રીજી અને ઔપચારિક મેચ બુધવારે (17 જાન્યુઆરી) બેંગલોર ખાતે રમાઈ હતી.
એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં (M Chinnaswamy Stadium) રમાયેલી આ મેચ ક્રિકેટ ફેન્સની અપેક્ષા કરતા વધુ રોમાંચક નિકળી હતી. આ મેચમાં સૌપ્રથમ ભારતીય ટીમે 22 રનોમાં 4 વિકેટ ગુમાવી દીધી હતી. જેને લઈ ફેન્સના જીવ પણ અધ્ધર થઈ ગયા હતા. પરંતુ ભારતીય કપ્ટેન રોહિત શર્માએ કમાન સંભાળી હતી અને ઈન્ટરનેશનલ રિકોર્ડ 5મી સદી ફટકારી સ્ટેડિયમનો માહોલ ગરમ કરી દીધો હતો.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
સાથે જ રિંકુ સિંહે (Rinku Singh) વિસ્ફોટક અંદાજમાં અડધી સદી ફટકારી અને ભારતનો સ્કોર 4 વિકેટે 212 રને પહોંચાડી દીધો હતો. પરંતું મેચનો રોમાંચ અહીં જ પૂરો નથી થતો. સામે છેડે અફઘાનિસ્તાનના બેટ્સમેનોએ પણ બેંગલોરના મેદાનમાં રનોનો વરસાદ કર્યો હતો. રહમનુલ્લાહ ગુરબાજ અને ઇબ્રાહિમ જાદરાને અડધી સદી ફટકારી હતી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
અંતમાં મોહમ્મદ નબીએ 16 બોલમાં 34 અને ગુરબદીન નાઇબે 23 બોલમાં 55 રન ફટકાર્યા, તેની મદદથી અફઘાનિસ્તાનની ટીમે પણ 6 વિકેટ પર 212 રન ફટકાર્યા હતા. જેને લઈ મેચ ટાઇ થઈ હતી. ત્યાર બાદ બંને ટીમો વચ્ચે સુપર ઓવર રમાવડામાં આવી.
બંને ટીમ વચ્ચે પ્રથમ સુપર ઓવર પણ ટાઈ થઈ
સુપર ઓવરમાં અફઘાનિસ્તાનની ટીમે પ્રથમ બેટિંગ કરતા ગુલબદીન નાયબ અને મોહમ્મદ નબીએ મોર્ચો સંભાળ્યો હતો, જ્યારે ભારત તરફથી ફાસ્ટ બોલર મુકેશ કુમારને ઓવર આપવામાં આવી હતી. આ ઓવરમાં અફઘાન ટીમે 16 રન બનાવ્યાં. ત્યાર બાદ ભારતીય ટીમ તરફથી રોહિત શર્મા અને યશસ્વી જયસ્વાલ મેદાનમાં ઉતર્યા હતા. જ્યારે બોલિંગ અજમતુલ્લાહ ઉમરજઈને સોંપવામાં આવી હતી. ભારતે પણ 16 રન બનાવતા મેચની સાથે સુપર ઓવર પણ ટાઇ થઈ હતી.
આ પણ વાંચો : 18 Jan 2024 Rashifal : જાણો, કેવો રહેશે તમારો દિવસ
બીજી સુપર ઓવરમાં બિશ્નોઈએ ચલાવ્યો જાદુ
ત્યાર બાદ ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે બીજી સુપર ઓવર રમાડવામાં આવી. જેમાં ભારતીય ટીમના લેગ સ્પિનર રવિ બિશ્નોઈ (Ravi Bishnoi) જીતનો હીરો સાબિત થયો. બીજી સુપર ઓવરમાં પ્રથમ ભારતીય ટીમે 5 બોલમાં 11 રન બનાવ્યાં હતા. ત્યાર બાદ બિશ્નોઈએ બોલિંગની કમાન સંભાળી અને અફઘાન ટીમને 3 બોલ 1 રનમાં જ ઘૂંટણીએ પાડી દીધી હતી. બિશ્નોઈએ મોહમ્મદ નબીને અને રહમનુલ્લાહ ગુરબાજને બોલિંગનો શિકાર બનાવ્યાં હતા.