અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો પ્રારંભ

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

International Kite Festival : આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 55 દેશોના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યોના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતનાં 23 શહેરોના 865 પતંગબાજો ભાગ લઈ રહ્યા છે.

આ પણ વાંચો : ભારતના સૌથી સમૃદ્ધ મંદિરો, દર વર્ષે થાય છે કરોડોની આવક

PIC – Social Media

International Kite Festival : મકરાસંક્રાંતિને હવે ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ગુજરાતમાં આતંરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આજે સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2024નો શુભારંભ કરવામાં આવ્યો છે. આ આતંરરાષ્ટ્રીય પતંગ મહોત્સવમાં 55 દેશોના 153 આંતરરાષ્ટ્રીય પતંગબાજો ભાગ લઈ રહ્યાં છે.

આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ વિશે જણવાતા સીએમ પટેલે કહ્યું કે, પીએમ મોદીએ ઉત્તરાયણના લોકપ્રિય પતંગ પર્વને આગવા વિઝન સાથે વિશ્વખ્યાતિ અપાવીને દર વર્ષે ઈન્ટરનેશનલ કાઈટ ફેસ્ટિવલ મનાવવાની દિશા આપી છે. આજે ગુજરાતનો આ પતંગ મહોત્સવ વિશ્વભરમાં જાણીતો બન્યો છે. દેશ-વિદેશમાંથી પતંગબાજો દર વર્ષે આ લોકપ્રિય ઉત્સવમાં ભાગ લેવા ઉમટે છે.

ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો

PIC – Social Media

ગુજરાતના પતંગ ઉદ્યોગની વાત કરતા મુખ્યમંત્રી જણાવ્યું હતું કે ગુજરાતનો પતંગ વ્યાપાર ઉત્તરોત્તર વધતો જાય છે. 40 ટકાના હિસ્સા સાથે ગુજરાત દેશનું સૌથી મોટું પતંગ ઉત્પાદક બજાર બન્યું છે. આ સાથે આજે પતંગનો વ્યાપાર શ્રમજીવીઓનો એક આધાર પણ બન્યો છે. આજે એક પતંગ પાછળ ઘણા બધા લોકોને રોજગારી મળી રહી છે. પતંગની સાથે દોરી, ફિરકી, ગુંદરપટ્ટી, તલસાંકળી અને ઊંધિયું સુધીના તમામ વ્યાપાર સંકળાયેલા છે.

ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો

ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ-2024 આગામી 7થી 14 જાન્યુઆરી દરમિયાન અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ, વલ્લભસદન ખાતે યોજાઈ રહ્યો છે. જેમાં 55 દેશોના 253 આંતરરાષ્ટ્રીય પતંગબાજો, 12 રાજ્યોના 68 રાષ્ટ્રીય પતંગબાજો, ગુજરાતનાં 23 શહેરોના 865 પતંગબાજોએ ભાગ લીધો છે. આ પતંગબાજો વિવિધ આકારના પતંગો આકાશમાં ઉડાવીને આકર્ષણ જમાવશે.

આ પણ વાંચો : Junagadh: ગિરનાર આરોહણ-અવરોહણ સ્પર્ધા 2024, 1137 સ્પર્ધકોએ મુકી હતી દોટ

PIC – Social Media

દર વર્ષની જેમ આ વર્ષે પણ વિવિધ શહેરો અને પ્રવાસન સ્થળોએ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. તારીખ 8 જાન્યુઆરીએ વડોદરા, 9 જાન્યુઆરીએ એકતાનગર અને દ્વારકા, 10 જાન્યુઆરીએ સુરત અને રાજકોટ, 11 જાન્યુઆરીએ ધોરડો અને વડનગર, 12 જાન્યુઆરીએ નડાબેટ ખાતે પણ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.