કુલ 50 વીઘા જમીનમાં પ્રાકૃતિક ખેતી કરતા વીધે 40 થી 50 હજારની કમાણી કરતા હિતેશભાઈ
હિતેશભાઈ ૨ લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી માટે પ્રોત્સાહન-પ્રેરિત કરી ચૂક્યા છે
પ્રાકૃતિક ખેતીમાં સફળતા મેળવવા પ્રાકૃતિક ખેતીના મૂળ સિદ્ધાંત અનુસરવા જરૂરી
ઉત્પાદનમાં ઘટાડા અને વધુ ખેતી ખર્ચના લીધે એક સમયે ખેડૂતો પ્રાકૃતિક ખેતી અપનાવશે.
Organic Farming : જૂનાગઢની ભાગોળે આવેલ વડાલ ગામના ખેડૂત હિતેશભાઈ દોમડીયાના પ્રાકૃતિક ખેતીના અનુભવો જાણવા જેવા છે, 20 વીઘા પોતાની અને 30 વીઘા સાખે રાખી કુલ 50 વીઘામાં પ્રાકૃતિક ખેતી કરતા હિતેશભાઈ એક વીઘે જુદા જુદા પાકોમાંથી 40 થી 50 હજારની કમાણી કરી રહ્યા છે. કૃષિ અંગે એક તજજ્ઞ જેટલું જ જ્ઞાન ધરાવતા હિતેશભાઈ બે લાખથી વધુ ખેડૂતોને પ્રાકૃતિક ખેતી (Organic Farming) માટે પ્રોત્સાહિત-પ્રેરિત કરી ચૂક્યા છે. આમ, જિલ્લામાં પ્રાકૃતિક ખેતીની મુહિમને આગળ વધારવા માટે પણ ખૂબ યોગદાન આપી રહ્યા છે.
આ પણ વાંચો : સ્ટેચ્યુ ઓફ યુનિટીએ તોડ્યો પોતાનો જ રેકોર્ડ
તેઓ કહે છે કે, પ્રાકૃતિક કૃષિનું ભવિષ્ય ખૂબ ઉજળું છે, પ્રાકૃતિક ખેત પેદાશો માટે લોકોમાં એક જાગૃતિ જોવા મળી રહી છે તેના લીધે આ પેદાશોની માંગમાં પણ ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
હિતેશભાઈએ વારસામાં ખેતી સંભાળી ત્યારથી વાત કરતા કહે છે કે, પરંપરાગત રીતે મગફળી અને ઘઉંની ખેતી કરતા હતા. જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી અને અન્ય નિષ્ણાંતોના માર્ગદર્શન બાદ ટેટી, ટમેટા, કાકડી, તરબૂચ વગેરે પાકોની ખેતી શરૂ કરી. તેનો શરૂઆતમાં ખૂબ લાભ મળ્યો. પરંતુ વર્ષો વર્ષ આ પાકોમાં સારું ઉત્પાદન મેળવવા માટે જંતુનાશક દવાઓના ડોઝમાં વધારો કરવો પડ્યો. એક સમયે એક પાક લેવા માટે 10 થી 15 વખત જંતુનાશક દવાઓનો છંટકાવ કરવો પડતો. આમ, દવાઓ વધુ છંટકાવથી અને ખાતરના ઉપયોગ ઉપરાંત મજૂરી વગેરેને જોડતા ખેતી ખર્ચમાં ખૂબ મોટો વધારો થવા પામ્યો. ખેતીની આ સ્થિતિમાં જૈવિક ખેતી તરફ પણ વળ્યા.
ખેતી વિશેની નવીન બાબતો જાણતા રહેતા. જેમાં પ્રાકૃતિક ખેતી (Organic Farming) વિશે પણ જાણ્યું અને શિબિરના માધ્યમથી તેનો અભ્યાસ કર્યો. પ્રાકૃતિક ફાર્મ્સની રૂબરૂ મુલાકાતો કરી. પ્રાકૃતિક ખેતી શરૂ કરી. તેઓ નિખાલસ ભાવે કબુલ કરે છે કે, શરૂઆતમાં પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન ઘટશે તેઓ સંશય રહેતો હતો. પરંતુ પ્રાકૃતિક ખેતીથી ઉત્પાદન પર નહીવત અસર રહી હતી.
છેલ્લા આઠેક વર્ષથી પ્રાકૃતિક ખેતી કરતા હિતેશભાઈ કહે છે કે પ્રાકૃતિક ખેતી (Organic Farming)ના મૂળ સિદ્ધાંતો અનુસરવામાં ન આવે તો નિષ્ફળતા મળી શકે. જીવામૃત, ઘન જીવામૃત, બીજામૃત અને મિશ્ર પાકતી ખેતી, અચ્છાદન (મલચિંગ) અને પાકના વાવેતર માટે માટીથી જ બનેલો ખાસ પ્રકારનો બેડ. પ્રાકૃતિક ખેતીમાં આ બાબતોને અનુસરવી અનિવાર્ય છે.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
કૃષિ પાકો 98 ટકા જેટલું પોષણ વાતાવરણમાંથી મેળવે છે. ઉપરાંત અન્ય પોષણ ઘટકોમાં પાકના વિકાસ માટે પાણીની નહીં પણ ખરા અર્થમાં ભેજની જરૂરિયાત હોય છે. તેમજ કૃષિ પાકોના પોષણ માટે ઓક્સિજન અને બેક્ટેરિયાની જરૂરિયાત હોય છે. આમ, કૃષિ પાકોને ભેજ અને ઓક્સિજન મળી તે માટે પાકના વાવેતર માટે માટીનો ખાસ પ્રકારનો બેડ અને અચ્છાદન કરવું આવશ્યક છે. આમ, પ્રાકૃતિક ખેતીમાં પાણીની જરૂરિયાત ખૂબ ઓછી રહે છે.
આ પણ વાંચો : મોદી સરકારની કાર્યવાહી, તહરિક-એ-હુર્રિયત આતંકી સંગઠન જાહેર
ખેતીમાં રાસાયણિક ખાતર અને જંતુનાશક દવાઓના અતિરેકના કારણે જમીનનો સેન્દ્રીય કાર્બન ખૂબ નીચો ગયો છે. એક સમયે આપણી જમીનનો સરેરાશ સેન્દ્રીય કાર્બન 2.5 ટકા જેટલો હતો. જે હવે 0.5 સુધીનો જોવા મળી રહ્યો છે. આમ, જમીનની ફળદ્રુપતા ઘટવાથી ઉત્પાદન પર અસર વર્તાઈ રહી છે. આમ, ઉત્પાદનમાં ઘટાડા અને વધુ ખેતી ખર્ચના લીધે એક સમયે ખેડૂતોએ પ્રાકૃતિક ખેતી અપનાવવી અનિવાર્ય થઈ જશે.
@રોહિત ઉસદડ