Earthquake: શનિવારે સવારે ભારત અને બાંગ્લાદેશ (India-Bangladesh)માં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા. મળતી માહિતી મુજબ, સવારે લગભગ 9.05 વાગ્યે 5.6ની તીવ્રતાના ભૂકંપના (Measuring 5.6 on the Richter scale) કારણે બંને દેશોમાં જમીન હચમચી ગઈ હતી. અત્યાર સુધી બંને દેશોમાં આ ભૂકંપના કારણે કોઈ જાનહાનિના અહેવાલ નથી.
ખબરી ગુજરાતની WhatsApp Channelમાં જોડાવા માટે અહીં ટચ કરો
આ ભૂકંપના આંચકા પશ્ચિમ બંગાળના વિવિધ ભાગોમાં પણ અનુભવાયા હતા. ભૂકંપનું કેન્દ્ર દક્ષિણ-પૂર્વ બાંગ્લાદેશમાં 55 કિલોમીટરની ઊંડાઈએ હતું. પશ્ચિમ બંગાળ (West Bengal)ના ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગે જણાવ્યું હતું કે હાલમાં રાજ્યમાં ક્યાંયથી કોઈ નુકસાનની જાણ નથી.
ખબરી ગુજરાતના Facebook પેજને ફોલો કરવા અહીં ટચ કરો
આ પણ વાંચો:
દેશ અને દુનિયાની અન્ય ઘટનાઓ વિશેની માહિતી માટે બન્યા રહો અમારી વેબસાઇટ www.khabrimedia.com પર.