16 November : આજનું રાશિફળ, જાણો કેવો રહેશે તમારો દિવસ

ખબરી ગુજરાત ધર્મ
Spread the love

Jagdish, Khabri Media Gujarat

RashiFal 16 November 2023 : આજે તમારુ રાશિફળ(RashiFal) કેવું હશે. કઈ રાશિના જાતકોએ આજના દિવસે સાવધાની રાખવાની જરૂર છે અને કઈ રાશિના જાતકો માટે આજનો દિવસ ખાસ રહેશે. મહાકાલ નગરી ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય કિરણ જોશી પાસેથી જાણો રાશિ અનુસાર આજે આપનો દિવસ કેવો રહેશે.

આ પણ વાંચો : ભાઇબીજના પ્રસંગે દ્વારકાના ગોમતી ઘાટ, સ્નાન કરવા ઉમટ્યા ભાઇ-બહેનો

મેષ રાશિ : આજનો દિવસ આપના માટે ઉતરા ચઢાવ વાળો રહેશે. આજના દિવસે ઈચ્છા અનુસાર વેપારમાં લાભ ન થવાથી તમારો દૈનિક ખર્ચમ સરળતાથી કાઢી શકશો. પરિવારમાં વાદ વિવાદની સ્થિતિ ઊભી થઈ શકે છે. જેનથી તમારે પરેશાની વધી શકે. જો કોઈ કામને લઈ લાંબા સમયથી પરેશાન છો તે તે પૂર્ણ થશે. તમારે અનુભવિ વ્યક્તિની સલાહ લઈને આગળ વધવું.

વૃષિક રાશિ : વૃષિક રાશિના જાતકો માટે આજનો મહેનત ભરેલો રહેશે. વેપાર સાથે સંકળાયેલા લોકોને આજે સમસ્યાનો સમાનો કરવો પડી શકે છે. જે લોકો નોકરીની શોધમાં છે તેઓને આજે કોઈ શુભ સમાચાર મળી શકે છે. સંતાનો તમારી આશા પર ખરા ઉતરશે

મિથુન રાશિ : આજનો દિવસ આપના માટે ખાસ રહેશે. ઓફિસમાં બોસ દ્વારા આપવામાં આવેલા કામને ઈમાનદારીથી કરશો તો ઈન્ક્રિમેન્ટ થઈ શકે છે. તમારા વ્યસ્તતા ભરેલા દિવસમાં થોડો સમય પરિવાર માટે પણ કાઢવો. પરિવારના લોકો તેનાથી ખુશ થશે. તમે થોડો સમય પ્રકૃતિ વચ્ચે વિતાવો તેથી માનસિક શાંતિ મળશે. માતા પિતાના આશિર્વાદથી કરવામાં આવેલા કામમાં સફળથા મળશે. આજના દિવસે તમે તમારુ કામ બીજા પાસે કઢાવવામાં સક્ષમ રહેશો. ટેક્સટાઈલનું કામ કરનારાઓને આજે સારો લાભ થશે.

આ પણ વાંચો : આ શહેરમાં ગધેડાને દુલ્હનની જેમ શણગારવામાં આવે છે

કર્ક રાશિ : આજના દિવસે તમે ખૂબ આગળ વધશો. આજે તમારા દૂર રહેતા પરિજન દ્વારા કોઈ શુભ સંકેત મળી શકે છે. તમારા કામોમાં આજે વૃદ્ધિ થશે. જેથી તમે થોડા પરેશાન રહેશો. પરંતુ તમારે કોઈ મોટી ડીલને ફાઈનલ કરતા પહેલા ખૂબ જ વિચાર કરવો પડશે. તમારે બાળકોના શિક્ષણમાં આવી રહેલી સમસ્યાઓને લઈ તેમના શિક્ષકો સાથે વાતચીત કરવી પડશે.

સિંહ રાશિ : બાકી રકમ વસુલવામાં સફળતા મલશે. પ્રવાસ, નોકરી અને રોકાણ સાનુકૂળ રહેશે. જોખમ ન લો. આજનો દિવસ તમારા માટે શુભ રહેવાની સંભાવના છે. સ્થાયી સંપત્તિમાં વધારો થશે. રોજગારીની તકો મળશે. પરિવારમાં ખુશીનું વાતાવરણ રહેશે.

કન્યા રાશિ : આજનો દિવસ તમને વ્યસ્ત રાખશે. કેટલાક ખાસ લોકોની મદદ માટે તમારે દોડવું પડી શકે છે. પરંતુ આ તમને ફક્ત સુખ જ આપશે. લાંબા સમયથી ચાલી રહેલ પારિવારિક તણાવ પણ ઓછો થશે. મિત્રો અને સંબંધીઓમાં માન-સન્માન જળવાઈ રહેશે.

તુલા રાશિ : તમારા વ્યક્તિત્વના વિકાસમાં મદદ કરે તેવી વસ્તુઓ કરીને તમારી જાતને સુધારવા પર ધ્યાન કેન્દ્રિત કરો. તમે ભૂતકાળમાં ઘણા પૈસા ખર્ચ્યા હશે, જે આજે તમારા માટે કેટલીક સમસ્યાઓનું કારણ બની શકે છે. આજે તમને પૈસાની જરૂર પડી શકે છે, પરંતુ તમે તે મેળવી શકશો નહીં.

વૃશ્ચિક રાશિ : વૃશ્ચિક રાશિના જાતકો માટે આજનો દિવસ સાવધાનીનો રહેશે. કોઈ પણ કામ ઉતાવળમાં ન કરો નહીં તો તેમાં સફળતા નહિ મળે. તમારા વિરોધીઓથી સાવધાન રહો. તમારા વિરોધીઓ દ્વારા તમને નુકસાન થઈ શકે છે. જીવનમાં થોડી ધીરજ અને સંયમનો ઉપયોગ કરો. લાંબા સમયથી ચાલી આવતી સમસ્યાઓના ઉકેલ માટે નવી તકો મળી શકે છે.

ધનુ રાશિ : તમને કોઈ કાર્નિવલમાં ભાગ લેવાની તક મળશે. બૌદ્ધિક કાર્ય સફળ થશે. લાભ થશે. ધનનો સંચય કરી શકશો. પારિવારિક કામમાં ધ્યાન આપવું જરૂરી છે. અટકેલા કામ પૂર્ણ થવા પર તમે ખુશ રહેશો. નાણાકીય સલાહ ઉપયોગી થશે. દેવાની ચિંતા ઓછી રહેશે.

મકર રાશિ : મકર રાશિના લોકોને સહકર્મી સાથે તાલમેલ ન હોવાના કારણે ઓફિસનું વધારે કામ કરવુ પડે તેવી શક્યા છે. વેપારની દ્રષ્ટિએ દિવસ ઘણો લાભદાયક રહેશે. પરંતું મધ્યાહને ખાણી પીણીના વેપાર સાથે સંકળાયેલા લોકોએ સાવચેત રહેવાની જરૂર છે. યુવાઓને વધુ પડતા આત્મવિશ્વાસથી બચવું જોઈએ.

કુંભ રાશિ : આવકમાં વધારો થશે. શુભ સમાચાર પ્રાપ્ત થશે. જૂના મિત્રો અને સંબંધીઓ સાથે મુલાકાત થશે. સ્વાસ્થ્ય નબળું રહેશે. વિરોધની સંભાવના, ધનહાનિ, પરિવારમાં મતભેદ, રોગથી ઘેરાયેલા રહેવાની સંભાવના, કોઈ કાર્ય સિદ્ધ થવાની સંભાવના. ચિંતાઓ ઊભી થશે.

મીન રાશિ : અટવાયેલા કે ઉછીના પૈસા પાછા મળી શકે છે. મહિલાઓ ખાસ કરીને પોતાના વ્યક્તિત્વને સુધારવા માટે સભાન રહેશે. ધાર્મિક વ્યક્તિના સંગતમાં રહેવાથી તમારી વિચારધારામાં સકારાત્મક પરિવર્તન આવશે.

Disclaimer – આ લેખમાં સમાવિષ્ટ કોઈપણ માહિતી/સામગ્રી/ગણતરી માત્ર માહિતી તરીકે જ લેવી જોઈએ. વધુમાં, તેનો કોઈપણ ઉપયોગ વપરાશકર્તાની પોતાની જવાબદારી રહે છે.

Note: (કુંડળી મેચિંગ અને જ્યોતિષ શાસ્ત્ર સંબંધિત માહિતી માટે, તમે જ્યોતિષ કિરણ જોશીનો 8878384807 નંબર પર સંપર્ક કરી શકો છો. સંપર્કનો સમય સવારે 10 થી સાંજના 6 વાગ્યા સુધીનો છે)