Bharuch : દિવાળી પર ઈમરજન્સીને પહોંચી વળવા 108ના કર્મચારીઓ ખડેપગે

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Jagdish, Khabri Media Gujarat

Bharuch : દેશમાં દિવાળીનો માહોલ છે. પંરંતુ સામાન્ય દિવસો કરતા તહેવારોમાં અકસ્માતની ઘટનાઓમાં વધારો જોવા મળતો હોય છે. તે પછી દિવાળી હોય કે મરસંક્રાંતિ. ત્યારે દિવાળીના તહેવારોને ધ્યાનમાં રાખી ભરૂચમાં 108 ઈમરજન્સી સેવાની કુલ 19 જેટલી એમ્બ્યુલન્સ એલર્ટ રાખવામાં આવી છે. જેમાં 108 એમ્બ્યુલન્સનાં આશરે 85 જેટલા કર્મચારીઓ સેવામાં ખડેપગે હાજર રહેશે.

આ પણ વાંચો : શું અનુષ્કા ફરી આપશે Good News? લૂઝ ડ્રેસમાં દેખાયો બેબી બંપ

દિવાળીના તહેવારો દરમિયાન ઇમરજન્સી કેસોમાં વધારો

મહત્વનું છે કે, સામાન્ય દિવસો કરતા દિવાળી પર્વને લીધે ઇમરજન્સીના કેસોમાં પણ વધારો થતો જોવા મળે છે. જેમાં મુખ્યત્વે રોડ અકસ્માત, દાઝી જવાનાં કેસો, શ્વાસોશ્વાસમાં તકલીફ વગેરેના કેસોમાં વધારો થતો જોવા મળતો હોય છે. આ તમામ પ્રકારનાં કેસોમાં ઝડપથી સારવાર આપી શકાય તે માટે 108 એમ્બ્યુલન્સને તૈયાર રાખી પ્રસાશન દ્વારા સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

આ પણ વાંચો : આજે ધનતેરસના દિવસે આ રાશિના જાતકો પર ભગવાન ધન્વંતરીની કૃપા થશે

ગત બે વર્ષમાં ગુજરાતમાં ઈમરજન્સીના આકંડા ચોંકાવનારા

જો છેલ્લા બે વર્ષનાં આખા ગુજરાતમાં દિવાળી તહેવારના ઇમરજન્સીનાં આંકડા ઉપર નજર કરીએ, તો વર્ષ 2021માં રોજનાં ઇમરજન્સીના 3546 જેટલા કેસો નોંધાયેલ છે. જેમાં દિવાળીનાં દિવસે 3581 કેસ, નવા વર્ષનાં દિવસે 4307 કેસ અને ભાઈબીજના દિવસે 3868 કેસ નોંધાયેલ હતા. જ્યારે વર્ષ 2022માં દિવાળીનાં દિવસે 3827 કેસ, નવા વર્ષનાં દિવસે 4288 કેસ તેમજ ભાઈબીજના દિવસે 4214 કેસો નોંધાયેલા હતા.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.

આમ આગળનાં વર્ષોમાં નોંધાયેલ કેસોને ધ્યાનમાં રાખીને 2023માં દિવાળીના તહેવારો પર કોઈ ઈમરજન્સીને ધ્યાને લેતા જિલ્લા વહિવટી તંત્ર દ્વારા પહેલાથી જ તૈયારી કરી લેવામાં આવી છે.

ભરુચમાં 22 ટકા ઈમરજન્સીના કેસમાં વધારો થવાનું અનુમાન

ભરૂચ જિલ્લાની વાત કરીએ તો રોજનાં નોંધાતા ઈમરજન્સી કેસ આશરે 86 જેટલા છે, જેમાં અનુમાનનાં આધારે દિવાળીનાં રોજ આશરે 96 કેસ એટલે કે 11.63% નો વધારો જોવા મળી શકે. તેવી જ રીતે નવા વર્ષનાં દિવસે 99 કેસો એટલે કે 15.12 ટકા જેટલો વધારો તેમજ ભાઈબીજના દિવસે 105 જેટલા કેસો એટલે કે 22.09 ટકા જેટલો વધારો જોવા મળે તેવું અનુમાન કરવામાં આવે છે.

આ પણ વાંચો : આ મંત્ર અપનાવો અને મબલખ ધન મેળવો

108 ઈમરજન્સી દ્વારા જનતાને કરાઈ ખાસ અપીલ

ખાસ કરીને ભરૂચ જિલ્લાવાસીઓને 108 ઈમરજન્સી દ્વારા ખાસ અપીલ કરવામાં આવે છે. કે તહેવારોમાં તમારું વાહન ધ્યાનથી હંકારવુ કે જેથી કોઈ અકસ્માતનો ભોગ ના બનો. આ સાથે વધુ ધુમાડાવાળા અને મોટા અવાજવાળા ફટાકડા ફોડવાનું ટાળવું જોઈએ. નાના બાળકો સાથે વડીલોએ ઉભા રહીને જ ફટાકડા ફોડવા જોઈએ. તેમ છતાં જો કોઈપણ પ્રકારની ઈમરજન્સી ઊભી થાય તો વિના સંકોચે 108 ઈમરજન્સી સેવામાં ફોન કરવો કે જેથી કોઈનાં જીવ બચાવવામાં આપણે સહભાગી થઇએ.

ખબરી મીડિયાના Whatsapp ચેનલને ફૉલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો.