રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) પી.ભારતી દ્વારા ત્રણ જિલ્લાની મતદાર સંક્ષિપ્ત સુધારણા યાદીની સમિક્ષા કરવામાં આવી હતી. તેમજ 18 વર્ષથી ઉપરના યુવા મતદારોને મતદાર યાદીમાં ઉમેરવા કોલેજોમાં ખાસ કેમ્પ

રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી પી. ભારતીએ રાજકોટમાં યોજી બેઠક, આપી આ સૂચના

ખબરી ગુજરાત ગુજરાત
Spread the love

Dinesh Rathod, Gujarat, Khabri Media
CEO in Rajkot: રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) પી.ભારતી દ્વારા ત્રણ જિલ્લાની મતદાર સંક્ષિપ્ત સુધારણા યાદીની સમિક્ષા કરવામાં આવી હતી. તેમજ 18 વર્ષથી ઉપરના યુવા મતદારોને મતદાર યાદીમાં ઉમેરવા કોલેજોમાં ખાસ કેમ્પ કરવાની સુચના આપવામાં આવી હતી. રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાના કલેકટરો ઉપસ્થિતિ આ બેઠકમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

ખબરી મીડિયાના Whatsapp ગ્રુપને ફોલો કરવા માટે tau.id/2iy6f લિંક પર ક્લિક કરો

રાજકોટના સર્કિટ હાઉસ ખાતે રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી (CEO) પી.ભારતીની અધ્યક્ષતામાં તથા સંયુક્ત ચૂંટણી અધિકારી અશોક પટેલની ઉપસ્થિતિમાં રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની મતદાર સંક્ષિપ્ત સુધારણા યાદી વિશે રીવ્યુ બેઠક યોજાઈ હતી.

આ પ્રસંગે મુખ્ય ચૂંટણી અધિકારીએ પી.પી.ટી.ના માધ્યમથી દરેક મતદાર વિભાગ મુજબ વૉટર હેલ્પલાઇનનો મહત્તમ ઉપયોગ, બી.એલ.ઓ.ની કામગીરી, મતદાન જાગૃતિ કાર્યક્રમો, નવા મતદારોનો ઉમેરો વગેરે બાબતોની સમીક્ષા કરી હતી.

તેઓએ 18 વર્ષથી ઉપરના વધુને વધુ યુવા મતદારોને મતદારયાદીમાં ઉમેરવા કોલેજોમાં વિશેષ કેમ્પ કરવાની સુચના ચૂંટણી અધિકારીઓને આપી હતી. આ બાબતના સમર્થનમાં તેમણે રાજ્યભરની વિવિધ કોલેજોમાં થયેલા મતદાર જાગૃતિના સેમિનારો થકી ઓનલાઇન વોટર હેલ્પલાઇનમાં થયેલા સુધારાઓને પણ આવરી લીધા હતા.

આ પણ વાંચો: ભારત પહોંચ્યા ભૂટાનના રાજા, આસામના મુખ્યમંત્રીએ કર્યું સ્વાગત

મુખ્ય ચૂંટણી અધિકારીનું રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોશીએ સ્વાગત કર્યું હતું. અધિક નિવાસી કલેક્ટર ખાચરે બેઠકનું સંચાલન કર્યું હતું. તેમજ જૂનાગઢ કલેક્ટર અનિલ રાણાવાસિયા, ગીર સોમનાથ કલેક્ટર એચ.કે.વઢવાણિયા, ત્રણેય જિલ્લાના ચૂંટણી અધિકારીઓ (ERO) ઉપસ્થિત રહ્યા હતા.